Proud of Gujarat
FeaturedGujaratINDIA

ભારતના પૂર્વ વડાપ્રધાન અટલ બિહારી વાજપેયીની જન્મ જયંતિ નિમિત્તે કરજણ ખેતીવાડી બજાર સમિતિ ખાતે શ્રદ્ધાંજલી અર્પિત કરાઇ.

Share

ભારતના પૂર્વ વડાપ્રધાન અટલ બિહારી વાજપેયીની જન્મ જયંતિ નિમિત્તે કરજણ ખેતીવાડી બજાર સમિતિ ખાતે શ્રદ્ધાંજલી અર્પિત કરવાનો કાર્યક્રમ યોજાયો હતો. ભાજપના પિતામહ, માર્ગદર્શક અને પ્રેરણાના સ્ત્રોત, પૂર્વ વડાપ્રધાન, ભારત રત્ન આદરણીય અટલ બિહારી વાજપેયીજીની જન્મજયંતિ નિમિતે કરજણ તાલુકા – નગર ભારતીય જનતા પાર્ટી દ્વારા કરજણ બજાર સમિતિ ખાતે પુષ્પાંજલિ અર્પણ કરી હતી. પૂર્વ ધારાસભ્ય સતીષ પટેલ દ્વારા અટલ બિહારી વાજપેયીની તસ્વીરને પુષ્પાંજલિ અર્પણ કરાઇ હતી સાથે સાથે ગરીબોને ફળ વિતરણ પણ કરવામાં આવ્યું હતું.

પુષ્પાંજલિ કાર્યક્રમમાં કરજણના પૂર્વ ધારાસભ્ય સતીષભાઇ પટેલ (નિશાળિયા), કરજણ તાલુકા ભાજપ પ્રમુખ જયદીપસિંહ ચૌહાણ, કરજણ નગર ભાજપ પ્રમુખ ઉપેન્દ્રભાઈ શાહ, મહામંત્રી શૈલેષભાઈ પાટણવાડિયા, નગરપાલિકા કારોબારી ચેરમેન વનરાજસિંહ રાઉલજી, તાલુકા પંચાયત સભ્ય રોહનભાઈ પટેલ, તાલુકા ભાજપના ઉપપ્રમુખ જયદીપસિંહ રાણા, જયશ્રીબેન પટેલ, જિલ્લા મહિલા મોરચાના ઉપપ્રમુખ રમીલાબેન પટેલ સહિતના ભાજપના હોદેદારોએ ઉપસ્થિત રહી બાજપાઈજીનું જીવન ચરિત્ર તેમજ માર્ગદર્શન રજુ કરવામાં આવ્યું હતું.

યાકુબ પટેલ, કરજણ

Advertisement

Share

Related posts

અંકલેશ્વર જીઆઇડીસીમાં આવેલ વેણુધર સોસાયટીનાં એક મકાનમાંથી બે મોબાઈલની ચોરી કરનાર મહિલાને જીઆઇડીસી પોલીસે ઝડપી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.

ProudOfGujarat

નેત્રંગ તાલુકાના શાણકોઈ ખાતે આવેલી કસ્તુરબા ગાંધી બાલિકા વિદ્યાલયને બસ અર્પણ કરાઇ.

ProudOfGujarat

ઈસા ફાઉન્ડેશન યુ.કે.ના સૌજન્યથી તેમજ મુન્શી મેમોરિયલ ચેરીટેબલ ટ્રસ્ટ દ્વારા ઇખર ગામના ગરીબ વર્ગના પરિવારોને અનાજ કિટ્સનું વિતરણ કરવામાં આવ્યું હતું

ProudOfGujarat

Leave a Comment

error: Content is protected !!