Proud of Gujarat
FeaturedGujaratINDIA

આમોદ માં ભીમપુરા ગામમાં રહેણાંક વિસ્તારની નજીક આવેલા તળાવમાં વનવિભાગે મગર પકડી પાડી ગણેશ મંડળોને ભયમુક્ત કર્યા

Share

આમોદ માં ભીમપુરા ગામમાં રહેણાંક વિસ્તાર નજીક આવેલ તળાવમાં મગરે દેખા દેતા આસપાસના વિસ્તારમાં ગભરાટ ફેલાઈ ગયો હતો તેમજ આવનાર દિવસોમાં ગણેશ મહોત્સવ હોવાથી આમોદ ના ગણેશ મંડળો પાડવા સુદ દસમના દિવસે આમોદના તળાવ ખાતે વિસર્જન કરતા હોવાથી ગામ પંચાયત ભીમપુરા ને વિનંતી ના અનુસંધાને આમોદ વનવિભાગને મગર પકડવા માટે રજૂઆત કરી હતી જેઠી આમોદ વન વિભાગના રેન્જ ફોરેસ્ટ અધિકારી કિરપાલ સિંહ ગોહિલ ના માર્ગદર્શન હેઠળ તળાવ ખાતે પાંજરૂ મૂકવામાં આવ્યું હતું જેમાં અનિલ ચાવડા એ ભારે જહેમત બાદ અંદાજિત ફુટ લાંબા મગરને પકડી પાડ્યો હતો મગર પાંજરે પુરાતા આસપાસના વિસ્તારના લોકો મગરને જોવા માટે ઉમટી પડ્યા હતા મગરને પાંજરે પુરી વનવિભાગે કદર ડેમના પાછળના પ્રાકૃતિક વાતાવરણમાં છોડી મૂકવામાં આવ્યો હતો વન વિભાગે ભીમપુરા ગામ ના રહેણાંક વિસ્તારની નજીક આવેલા તળાવમાંથી મગર પકડી પાડતા ગણેશ મંડળો ભયમુક્ત થયા હતા.

રીપોર્ટર ઇરફાન પટેલ આમોદ

Advertisement

Share

Related posts

વડોદરામાં તસ્કરોએ બિલ્ડરના ઘરને નિશાન બનાવી ૧૬ લાખની ચોરીને આપ્યો અંજામ.

ProudOfGujarat

અમેરિકાના ફ્લોરિડામાં ફાયરિંગ: 4 લોકોના મોત, 11 ઘાયલ…

ProudOfGujarat

પંચમહાલ જિલ્લામાં કૃષિ, પંચાયત અને પર્યાવરણ મંત્રીશ્રી જયદ્રથસિંહ પરમારનાં હસ્તે હાલોલ ખાતેથી પાંચ ધન્વન્તરી રથોનું લોકોર્પણ.

ProudOfGujarat

Leave a Comment

error: Content is protected !!