(અભિષેક ગોંડલીયા)જાણવા મળ્યા મુજબ અમરેલી-રાજુલા ના બાબરીયાર ગામ નજીક જોલાપુરી નદી નો વર્ષો જૂનો પુલ કોઈ મોટા અકસ્માતની રાહ જોઈ રહ્યો હોય તેમ લાગી રહ્યું છે…..રાજુલા ના બાબરીયાધાર ગામ થી અમુલી  અખેગઢ  મહુવા ને જોડતો માર્ગ છે..આજે બિસ્માર બન્યો છે…..
લોક ચર્ચા મુજબ રાજુલા ના ગામડાઓ ના વિકાસ ફક્ત ને ફક્ત કાગળો પર જ જોવા મળી રહ્યો છે.. કારણ કે ગામડા માં કોઈ અકસ્માત કે કોઇ પ્રકાર ની ઘટના બને તો ૧૦૮ એમ્બ્યુલન્સ ને પહોસવામાં પણ ખુબજ સમય લાગે છે..
વધુમાં બિસ્માર બનેલા રસ્તાઓ ના કારણે વાહન ચાલકો ને પણ પડી રહી છે મહા મુશકેલીઓ-હાલ તો લોકો તંત્ર તાબડતોબ એક્શન માં આવી આ સમસ્યાનું નિરાકરણ લાવે તેવી માંગ ઉચ્ચારી રહ્યા છે…..

LEAVE A REPLY