Proud of Gujarat
FeaturedGujarat

અંકલેશ્વર તાલુકાના બોરભાઠા ખાતે જાયન્‍ટ ગૃપ ઓફ ભરૂચ અને સ્‍વીપ અંતર્ગત મતદાન જાગૃતિ અંગે શેરી નાટક યોજાયું…

Share

દિનેશભાઇ અડવાણી

લોકસભાની સામાન્‍ય ચૂંટણીમાં મતદારો પોતાના પવિત્ર મતાધિકારનો વધુમાં વધુ ઉપયોગ કરે તેવા આશયથી સ્‍વીપ નોડલ અધિકારી અને જિલ્લા શિક્ષણાધિકારી નવનિત મહેતાના માર્ગદર્શન હેઠળ શહેરની વિવિધ શાળાઓમાં રેલીઓ યોજીને મતદારોને મતદાન કરવા માટેનો સંદેશ આપ્‍યો હતો. ભરૂચ જિલ્લાના અંકલશ્વર તાલુકાના બોરભાઠા ખાતે ગઇકાલે જાયન્‍ટ ગૃપ ઓફ ભરૂચ અને સ્‍વીપ અંતર્ગત મતદાન જાગૃતિ શેરી નાટક યોજાયું હતું. જેમાં મતદાન જાગૃતિનો સંદેશ આપી લોકશાહીના પર્વમાં વધુમાં વધુ મતદાન કરવા અનુરોધ કરવામાં આવ્‍યો હતો. આ મતદાન જાગૃતિ નાટકમાં મત આપવો આપણી પવિત્ર ફરજ છે, છોડ કે અપને સારે કામ પહેલે ચલો કરે મતદાન સહિત મતદારોએ શું કાળજી લેવી તે બાબતથી જાગૃત કરી વધુમાં વધુ મતદારો મતદાન કરે તે બાબતની જાણકારી આપવામાં આવી હતી.

Advertisement

Share

Related posts

વિરમગામ : કરકથલ ખાતે નાટક દ્વારા સધન રસીકરણ ઝુંબેશ મિશન ઇન્દ્રધનુષ ૨.૦ અંગે જનજાગૃતિ કરાઇ.

ProudOfGujarat

લીંબડીમાં હોમગાર્ડ જવાને માતાની બીજી પુણ્યતિથિ નિમિત્તે ગરીબોને કીટ વિતરણ કરી

ProudOfGujarat

GIF और स्टिकर के साथ चुलबुल पांडे (सलमान खान ) के एनिमेटेड अवतार ने इंटरनेट पर मचाया तहलका!

ProudOfGujarat

Leave a Comment

error: Content is protected !!