Proud of Gujarat
Crime & scandalFeaturedGujaratINDIAUncategorized

મુલદ પાસે આવેલ કેબલ બ્રિજના ટોલ ટેક્ષ પર થયેલ ફાયરીંગ અને દિલ ધડક લુંટ

Share

( પ્રતિક પાયઘોડે અંકલેશ્વર )

Advertisement

અજાણ્યા શખ્સો એ ટોલ ટેક્ષમા ઘસી આવી કરેલ ફાયરીંગના પગલે ભયનો માહોલ

ભરૂચ નજીકથી પસાર થતા રાષ્ટ્રીય ધોરીમાર્ગ પર મુલદ પાટીયા પાસેના કેબલ બ્રીજના ટોલટેક્ષ પર અચાનક અજાણ્યા ઇસમો ધસી આવ્યા હતા. અને દેશી કટા વડે ફાયરીંગ ટોલ બુથની ઓફીસમા તોડ ફોડ કરી હતી તેમજ ટોલ કર્મચારીઓ સાથે મારા-મારી કરી હતી. જેના પગલે ખળભળાત મચી ગયો હતો. રાત્રે ૧૦ થી ૧૨ જેટલા અજાણ્યા ઇસમો રાત્રીના અરસામા ટોલ ટેક્ષના બુથમા ધસી આવ્યા હતા. ફરીયાદી વિરેન્દ્ર સિંહ જયસિંહ ના જણાવ્યા અનુસાર  ધસી આવેલા ઇસમો એ તેમનો ટેમ્પો ઓવરલોડ હોય તે બ આબતે થયેલ ઝગડાની રીસ રાખી પુર્વ આયોજીત રીતે કાવતરૂ રચી મારક હથીયારો વડે ટોલ નાકા પર આવી કર્મચારીઓને મારમારીને ફેંકચર જેવી ઈજા કરી ટોલનાકા માથી ટોલના ઉગરાવેલ આશરે ૪,૪૧,૮૦૦ રૂપિયાની લૂંટ કરી પબ્લીક પ્રોપટીને નુકશાન પહોચાડ્યુ હતુ. ઈજા ગ્રસ્તને સારવાર અર્થે ભરૂચના હોસ્પીટલમા લવાયા હતા. અત્રે નોંધવું રહ્યુ કે ટોલ ટેક્ષ ઉગરાવાની કેબીનમા ઘુસી આવેલા ઇસમો પરપ્રાંતીય હોય તેવી શંકા સેવાઈ રહી છે. એટલુ જ નહી દિલ ધડક લૂંટમા દેશી કટાનો પણ હથીયાર તરીકે ઉપયોગ કરવમા આવ્યો હતો. મળતી માહીતી પ્રમાણે આ બનાવમા અજાણ્યા ઈસમોએ ટોલ ઉગરાવતા કર્મચારીઓને માર મારયો હતો. પરંતુ કટા થી કર્મચારીઓને બાણમા લઈ દિલ ધડક લુંટ ચલવી હતી. આ અંગે તમામ વિગતો સી.સી. ટીવી ફુટેજ તપાસયા પછી જાણવા મળશે.


Share

Related posts

અંકલેશ્વર – જાહેર માર્ગ ઉપર યુવાનને માર મારતા અસમાજિક તત્વો વિરુદ્ધ નોંધાઇ પોલીસ ફરિયાદ..

ProudOfGujarat

ભરૂચ જિલ્લાના રેલ્વે હદ વિસ્તારમાં ચાલુ વર્ષે સર્જાયેલ અકસ્માતોની ઘટનામાં 70 જેટલાં લોકોએ જીવ ગુમાવ્યા

ProudOfGujarat

ગોધરા પોલીસ પરેડ ગ્રાઉન્ડ પર ગરબાની રમઝટ : પંચમહાલ જિલ્લા પોલીસ સુરક્ષા સેતુ અંતર્ગત ગરબાનું આયોજન

ProudOfGujarat

Leave a Comment

error: Content is protected !!