Proud of Gujarat
FeaturedGujarat

અંકલેશ્વર:સંજાલી ગામ ખાતે પર્યાવરણ બચાવોના સંકલ્પ સાથે વૃક્ષારોપણ કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું.

Share

દિનેશભાઇ અડવાણી

વૃક્ષ વાવો પર્યાવરણ બચાવોના સંકલ્પને ધ્યાનમાં રાખીને અંકલેશ્વરના સંજાલી ગામ ખાતે સ્વચ્છતા અભિયાન તથા વૃક્ષારોપણનો કાર્યક્રમ યોજવામાં આવ્યો હતો.જેમાં ખૂબ મોટી સંખ્યામાં સંજાલી ગામના આગેવાનો તથા પાનોલી એસોસિએશનના સભ્યો ઉપસ્થિત રહી વૃક્ષારોપણ કર્યું હતું.વૃક્ષારોપણ સાથે-સાથે સ્વચ્છતા અભિયાન પણ ચલાવવામાં આવ્યું હતું.સંજાલી ગ્રામ પંચાયત તથા જે.બી કેમિકલ્સ કંપનીએ પણ આ પ્રોગ્રામમાં સહભાગી બની પ્રોગ્રામને સફળ બનાવ્યો હતો.હાલ વરસાદી મોસમ હોવાથી વૃક્ષોનો જલ્દી અને સારો એવો ઉછેર થઇ શકે છે જેને ધ્યાનમાં રાખી પર્યાવરણ બચાવોના સંકલ્પ સાથે જોડાયેલ લોકો વધુમાં વધુ આવા કાર્યક્રમોનું આયોજન કરવામાં આવે એવી અપીલ કરી રહ્યા છે તેમજ સમાજના લોકો પર્યાવરણ પ્રત્યે જાગૃત બને તે માટે કાર્યક્રમો યોજી લોકોને માર્ગદર્શન આપી રહ્યા છે.

Advertisement


Share

Related posts

અંકલેશ્વર નેશનલ હાઈવે પર આવેલ લખાની માર્કેટના ગોડાઉનમાં આગ લાગતા દોડધામ મચી જવા પામી હતી.

ProudOfGujarat

વિશ્વ યોગ દિવસની ઉજવણી : ભરૂચના જીએનએફસી મેદાનમાં એક સાથે હજારો લોકો એ યોગાશન કર્યા

ProudOfGujarat

रितेश सिधवानी की इन 5 फ्रेंचाइजी ने दर्शकों का किया भरपूर मनोरंजन!

ProudOfGujarat

Leave a Comment

error: Content is protected !!