Proud of Gujarat
FeaturedGujaratINDIA

અંકલેશ્વર : સોમાણી ચોકડી પાટીલ ટ્રાન્સપોર્ટ નજીક પાર્ક કરાયેલ ટેમ્પો અને ચોરાયેલ બિસ્કિટના જથ્થા સાથે એક આરોપી ઝડપાયો.

Share

અંકલેશ્વર ખાતે આવેલ સોમાણી ચોક્ડી પાટીલ ટ્રાન્સપોર્ટ નજીક પાર્ક કરાયેલ ટેમ્પો માલ સાથે ચોરાયાની ફરીયાદ નોંધાવા પામી હતી. જેમાં પોલીસે હાલ સુરત રહેતા અને મુળ રાજસ્થાનના એક ઇસમની અટકાયત કરી વધુ તપાસ હાથધરી છે.

અંકલેશ્વર GIDC પોલીસમ મથકે ફરીયાદી શૈલેષભાઇ અમૃતરાવ પાટીલ રહે, નં ૩૨ ગણેશપાર્ક સો.સા વાલીયા રોડ કોસમડીગામ તા.અંકલેશ્વર જી.ભરૂચનાએ ફરિયાદ નોંધાવી હતી.

તેમનો આઇસર ટેમ્પો નં- GJ 16-X-6371 તેમના ડ્રાઇવર અશોકભાઇ સિરસાઠીયાએ ઝઘડીયા બ્રિટાનીયા કંપનીના બિસ્કીટના કુલ બોક્ષ નંગ-૮૩૮ આઇસર ટેમ્પામાં ભરી તા.૧૨/૦૮/૨૦૨૧ ના સોમાણી ચોકડી પાટીલ ટ્રાન્સપોર્ટ નજીક અંકલેશ્વર GIDC અંકલેશ્વર તા.અંકલેશ્વર જી,ભરૂચ ખાતે લોક મારી પાર્ક કરી મુકેલ હતો. જે આઇસર ટેમ્પો નં- GJ-16-X-6371 કિ.રૂ.૨,00,000/- તથા આઇસર ટેમ્પોમાં ભરેલ મુદ્દામાલ સાથે મળી કુલ કિ.રૂ. ૮.૪૨.૨૨૭/- ની કોઇ ચોર ઇસમ ચોરી કરી લઇ ગયેલ છે. ચોરીની ફરીયાદના પગલે અંક્લેશ્વર GIDC પોલીસે તપાસ હાથ ધરતા આ ચોરીના ગુનાના આરોપી ભેરૂલાલ જગદીશ તૈલી રહે,મ.નં.જી-૨૦, પ્રિયંકા ગ્રીનપાર્ક, જીયાવે રોડ, ભેસ્તાન, તા.જી.સુરત ને તા.૧૮/૦૮/૨૦૨૧ ના રોજ અટક કરી તેના વિરૂધ કાયદેસરની કાર્યવાહી હાથ ધરવામાં આવી હતી.

Advertisement

મુકેશ વસાવા : અંકલેશ્વર


Share

Related posts

ભરૂચ સિવિલનાં PHC, CHC સ્ટાફને 3 મહિનાનો પગાર ન ચૂકવાતા કર્મચારીઓ માસ સીએલ પર ઉતર્યા.

ProudOfGujarat

નડિયાદ : વડતાલમાં અખિલ ભારતીય સંત સમિતિ ગુજરાત પ્રદેશની કાર્યકારિણી મળી

ProudOfGujarat

હાંસોટ ના શેરા ગામ નજીક અજાણ્યા વાહનની ટક્કરે મહિલાનું મોત

ProudOfGujarat

Leave a Comment

error: Content is protected !!