Proud of Gujarat
FeaturedGujaratINDIA

અંકલેશ્વરનાં મોતાલી ગામમાંથી 6 દિવસ પહેલા ગુમ થયેલ કિશોરનો મૃતદેહ મળી આવતા ચકચાર.

Share

અંકલેશ્વરના મોતાલી ગામના કૈલાસ ટેકરી ફળિયામાં રહેતો 17 વર્ષીય જિગ્નેશ જીતુભાઈ વસાવા ગત તારીખ-12 મી નવેમ્બરના રોજ રાતે 8:30 કલાકથી ગુમ થયો હતો. કિશોર ગુમ થતાં પરિવારજનોએ અંકલેશ્વર શહેર પોલીસ મથક ખાતે ફરિયાદ નોંધાવી હતી, જે કિશોરનો 6 દિવસ બાદ અંકલેશ્વર તાલુકાનાં ઉછાલી ગામની સીમમાંથી ઝાડી ઝાખરામાંથી વિકૃત હાલતમાં મૃતદેહ મળી આવ્યો હતો.

બનાવ અંગે ઉછાલી ગામના ગ્રામજનોએ તાલુકા પોલીસ મથકે જાણ કરતાં પોલીસ કાફલો સ્થળ પર દોડી આવ્યો હતો અને ગુનો નોંધી મૃતકના મૃતદેહને પોસ્ટ મોર્ટમ અર્થે અંકલેશ્વરના સરકારી દવાખાને ખસેડી કિશોરની હત્યા થઈ છે કે અન્ય કારણોસર તેનું મોત નીપજયું છે તે અંગે પોલીસે તપાસ હાથ ધરી છે.

મુકેશ વસાવા : અંકલેશ્વર

Advertisement

Share

Related posts

રાજપીપળા : નાંદોદના ધારાસભ્ય ડો. દર્શનાબેન દેશમુખના લોક સંપર્ક કાર્યાલયનું ઉદ્ઘાટન કરાયું.

ProudOfGujarat

ભરૂચ : વાલિયાનાં પણસોલી ગામ પાસેથી દીપડો પાંજરે પુરાતા ગ્રામજનોએ હાશકારો અનુભવ્યો.

ProudOfGujarat

જુનાગઢ : માંગરોળનાં શ્રીરામ મંદિરે અયોધ્યાથી આવેલ પુજીત અક્ષત કળશનું સ્વાગત કરાયું

ProudOfGujarat

Leave a Comment

error: Content is protected !!