Proud of Gujarat
FeaturedGujaratINDIA

અંકલેશ્વર બાપુનગર વિસ્તારમાંથી જુગાર રમતા 7 જુગારીયા ઝડપાયા.

Share

ભરૂચ એલસીબી પોલીસે અંકલેશ્વર બાપુનગર ખાતે મળેલ બાતમીના આધારે જુગારની રેડ કરી જેમાં 7 જેટલા જુગરિયાઓ રંગેહાથ જુગાર રમતા ઝડપાઇ ગયા હતા. ઝડપાયેલા જુગારીઓમાં (1) મહમદ યુસુફ નવાબ રહે.બાપુનગર ઝૂંપડપટ્ટી અડાજણ સુરત (2) શંકર સીતારામ સોનોલો રહે. પ્રતિસ્થા સોસાયટી કપોદરા (3) સોયબ યુસુફ નવાબ રહે.એસ એમોટર્સ સામે અંકલેશ્વર (4) શબ્બીર ગુલામ અડન રહે. બાપુનગર ઝૂંપડપટ્ટી અંકલેશ્વર (5) અહમદ યુસુફ વેદ રહે.કોલવલા (6) રમેશ મણીભાઈ પટેલ રહે. 500 કવાટર્સ અંકલેશ્વર (7) યોગેશ મોહનભાઇ પટેલ રહે. પટેલ નગર અંકલેશ્વર નાઓ પાસેથી અંગ ઝડતીના રૂ. 39 હજાર, દાવ પરના રૂ. 7900, મોબાઈલ ફોન નંગ 5 કિં. રૂ. 24 હજાર મળી કુલ રૂ.70 હજાર કરતા વધુની મતા પોલીસે જપ્ત કરી હતી. જુગારિયાઓ જાહેરમાં જુગાર રમતા હતા આ બનાવ અંગે એલ.સી.બી ના પી.એસ.ઈ. એ. એસ. ચૌહાણ અને તેમની ટીમે મળેલ બાતમીના આધારે કામગીરી કરી હતી.

Advertisement

Share

Related posts

મોરબી જિલ્લા કલેકટરના અધ્યક્ષસ્થાને વિકસિત ભારત સંકલ્પ યાત્રા બાબતે સમીક્ષા બેઠક યોજાઈ

ProudOfGujarat

ખરોડ પબ્લિક સ્કૂલ ખાતે સ્વ અહેમદ પટેલની યાદમાં પાંચમી ઇન્ટર સ્કૂલ ફૂટબોલ અને બાસ્કેટબોલ સ્પર્ધા યોજાઈ

ProudOfGujarat

ભરૂચ ના નેશનલ હાઇવે ઉપર ઝાડેશ્વર નજીક વાહનો વચ્ચે ટ્રિપલ અકસ્માત થતા ભારે અફરાતફરી નો માહોલ સર્જાયો હતો….

ProudOfGujarat

Leave a Comment

error: Content is protected !!