Proud of Gujarat
FeaturedGujaratINDIA

અંકલેશ્વરના જીતાલી ગામ ખાતે આવેલ ખુશ્બુ બંગ્લોઝમાં એક યુવાને ઝેરી દવા પી ને જીવન લીલા સંકેલી લેતા ચકચાર

Share

ભરૂચ જિલ્લામાં આત્મહત્યાના બનાવોમાં છેલ્લા કેટલાક સમયથી વધારો નોંધાઈ રહ્યો છે, ગળે ફાંસો ખાઈ અથવા નદીમાં મોતની છલાંગ લગાવવી સહિત ઝેરી દવા પી ને જીવનનો અંત લાવવા જેવી બાબતો સતત પ્રકાશમાં આવતી જોવા મળી રહી છે. તેવામાં વધુ એક બનાવ સામે આવતા ભારે ચકચાર મચ્યો છે.

પ્રાપ્ત માહિતી અનુસાર અંકલેશ્વર તાલુકાના જીતાલી ગામ પાસે આવેલ ખુશ્બૂ બંગ્લોઝ ખાતે રહેતા 25 વર્ષીય નીરજ કુમાર બહાદુર વસાવા એ ગત મોડી સાંજે કોઈ અગમ્ય કારણોસર ઝેરી દવા પીને પોતાનું જીવન સંકેરી લીધું હતું, યુવાનને નજીકની હોસ્પિટલમાં ખસેડવામાં આવતા હાજર તબીબોએ તેને મૃત જાહેર કર્યો હતો, જે બાદ મામલે અંકલેશ્વર તાલુકા પોલીસ દ્વારા ગુનો નોંધી વધુ તપાસ હાથધરી છે.

Advertisement

Share

Related posts

ભરૂચનાં મહંમદપુરાથી ઢાલ સુધીનાં રસ્તાને પહોળો કરવાની કામગીરીમાં વહીવટી પ્રક્રિયાઓ સ્તબધ : તંત્ર ઘોર નિદ્રામાં..!

ProudOfGujarat

ભરૂચ : ડૉ. આંબેડકર ભવન ખાતે આત્મનિર્ભર નારી શક્તિ કાર્યક્રમ યોજાયો.

ProudOfGujarat

“રાષ્ટ્રીય હેન્ડલૂમ દિવસે રાજ્યકક્ષાની ઉજવણી દરમ્યાન ભરૂચના સુજની વણાટકામ સાથે સંકળાયેલા મુજક્કીર સુજનીવાલાને પારિતોષિક એનાયત કરાયું

ProudOfGujarat

Leave a Comment

error: Content is protected !!