Proud of Gujarat
FeaturedGujaratINDIA

અંકલેશ્વર એ ડિવિઝન પોલીસે ગુડસ ટ્રેન પ્રોજેક્ટના ઈલેકટ્રીક વીજ લાઈન ટાવરમાંથી ગેલ્વેનાઈઝ લોખંડના નટ બોલ્ટ ચોરીના મુદ્દામાલ સાથે ગેંગને ઝડપી પાડી

Share

અંકલેશ્વર એ ડિવિઝન પોલીસ મથકના કર્મીઓ પેટ્રોલિંગમાં હતા દરમ્યાન બાતમી મળી હતી કે જુનાદિવા ગામની સિમના જુના દિવાથી ખાલપિયા ગામ તરફ જવાનાં રોડ ઉપર આવેલ ગાય વસીયા વાગમાં આવેલ ખાડી પાસેની બાવળની ઝાડીમાં ચારેક ઈસમો નટ બોલ્ટ ભરેલ બોરીઓ સગેવગે કરવાની તૈયારી કરે છે, જે બાતમીના આધારે જગ્યા ઉપર જઈ પોલીસના કર્મીઓએ તપાસ હાથધરી હતી.

જે દરમ્યાન કુલ ચાર જેટલાં આરોપીઓ (1) લક્ષ્મણભાઇ જસવંતભાઈ વસાવા રહે, ખાલપિયા અંકલેશ્વર (2) વિશાલભાઈ રેવાદાસ વસાવા રહે, ખાલપિયા અંકલેશ્વર (3) અનિલભાઈ સોમાભાઈ વસાવા રહે, ખાલપિયા અંકલેશ્વર (4) સ્વપ્નિલભાઈ રાજેશભાઈ વસાવા રહે. ખાલપિયા અંકલેશ્વર નાઓને ચોરીના નટ બોલ્ટ સહિત મોબાઈલ ફોન મળી કુલ 70 હજારના મુદ્દામાલ સાથે ઝડપી પાડી તમામ સામે કાયદેસરની કાર્યવાહી હાથધરી છે.

Advertisement

Share

Related posts

૨૨-ભરૂચ લોકસભા બેઠકના પ્રચાર પડઘમ બંધ થવાના આરે ગણતરીના કલાકો બાકી .જાણો ઉત્તેજનાઓ …

ProudOfGujarat

*ટ્રાફિક સમસ્યા બાબતે ભરૂચના ધારાસભ્ય, સ્થાનિક કાઉન્સિલરો તેમજ નગરપાલિકાની ટીમ દ્વારા આજ રોજ માર્ગનું સર્વે કરવામાં આવ્યુ*

ProudOfGujarat

ભરૂચ : નેત્રંગનાં રહેણાંક વિસ્તારમાં દીપડો દેખાતા ભયનો માહોલ.

ProudOfGujarat

Leave a Comment

error: Content is protected !!