Proud of Gujarat
FeaturedGujaratINDIA

અંકલેશ્વર જી.આઈ.ડી.સી. પોલીસે રેઇડ કરતા 6 જુગારીઓની મુદ્દામાલ સાથે ધરપકડ કરી.

Share

ભરૂચ જિલ્લા અને જિલ્લાની બહારના વિસ્તારમાં જુગારના બનાવ ઘણા વધી રહ્યા છે જાણે ગેરકાયદેસર કૃત્ય કરનારાને પોલીસનો ભય રહ્યો નથી તેમ ખુલ્લેઆમ રીતે જ ગેરકાયદેસરના કામો કરી રહ્યા છે. જુગારીયાઓ બેફામ રીતે પોતાની મજા માણી રહ્યા છે.

અંકલેશ્વર જી. આઈ. ડી. સી પોલીસ સ્ટેશનમાં મળેલ બાતમીને આધારે પ્લોટ નંબર 447 ની બાજુમાં આવેલ ખુલ્લી જગ્યામાં મીરાનગર સારંગપુર, અંકલેશ્વર ખાતે કેટલાક ઈસમો જુગાર રમતા હતા ત્યારે માહિતીવાળી જગ્યા પર પોલીસ રેડ કરતા પોલીસ રેડ સફળ રહી હતી અને રેડ કરતા છ ઈસમોની ધરપકડ કરી રોકડા રૂપિયા 10,240/- સાથે પકડી પાડી જુગારધારા મુજબનો ગુનો દાખલ કરીને આગળની કાર્યવાહી હાથ ધરવામાં આવી હતી.

Advertisement

પકડાયેલ આરોપીઓ :-

(1) અનુપ મુન્નાભાઈ સીંગ રહે, મીરાનગર સારંગપુર અંકલેશ્વર ભરૂચ
(2) દિપક રામસલોને વિશ્વકર્મા રહે, મીરાનગર સારંગપુર અંકલેશ્વર ભરૂચ
(3) રાજેન્દ્ર ધનશ્યામ જાટવ રહે,મીરાનગર સારંગપુર અંકલેશ્વર ભરૂચ
(4) અશોક સુનહરસીંગ માર્કમ રહે,મીરાનગર સારંગપુર અંકલેશ્વર ભરૂચ
(5) અનિલ જયરામ કર્ણ રહે,મીરાનગર સારંગપુર અંકલેશ્વર ભરૂચ
(6) રાજકરણ ફુલસિંગ રાજપુત રહે, મીરાનગર સારંગપુર અંકલેશ્વર ભરૂચ નાઓની ધરપકડ કરીને આગળની કાર્યવાહી અંકલેશ્વર જી. આઈ. ડી. સી. પોલીસે હાથ ધરી હતી.

રિધ્ધી પંચાલ, ભરૂચ.


Share

Related posts

ભરૂચ શહેરનાં ફુરજા બંદર ખાતે રાત્રિનાં સમયે ફરવા ગયેલા લોકો પાછળ પોલીસ કાફલો દોડતા લોકોમાં ભાગદોડ મચી જવા પામી હતી.

ProudOfGujarat

દેશમાં સૌથી ઊંચા સુરત પાલિકાના નવા ભવનનું આજે મુખ્યમંત્રીના હસ્તે થશે ખાતમુહૂર્ત

ProudOfGujarat

ભરૂચ જિલ્લાના જંબુસર તાલુકાના નડિયાદ ગામના સરપંચ વિરુદ્ધ સ્થાનિક રહીશોએ ભારે વિરોધ કર્યો હતો.

ProudOfGujarat

Leave a Comment

error: Content is protected !!