Proud of Gujarat
FeaturedGujaratINDIA

બનાસકાંઠા: વિપક્ષના નેતાએ અત્તરની ભેટ આપી કહ્યું: ‘લ્યો અત્તર રાખો સાહેબ, આખુ ગામ ગંધાય છે’

Share

બનાસકાંઠા જિલ્લાના પાલનપુર નગરપાલિકામાં કોન્ફરન્સ હોલ ખાતે આજે સાધારણ સભા મળી હતી. જેમાં શાસક તેમજ વિરોધ પક્ષના સભ્યો હાજર રહ્યાં હતા. ચીફ ઓફીસરની ઉપસ્થિતિમાં મળેલી આ સભામાં વિરોધ પક્ષ દ્વારા એજન્ડાનાં વિવિધ મુદ્દાઓને લઈ વિરોધ દર્શાવવામાં આવ્યો હતો. જેને લઇ સભાખંડમાં હોબાળાના દ્રશ્યો સર્જાયાં હતાં.

બીજી તરફ સભા શરૂ થાય તે પહેલા જ વિરોધ પક્ષના નેતા અંકિતાબેન ઠાકોરે શહેર ગંદકી અને અને ગટરો નગરી બની ગઈ હોવાના આક્ષેપો સાથે પાલિકા પ્રમુખને અત્તર તેમજ સ્પ્રે આપી કહ્યું હતું કે લ્યો સાહેબ આ અત્તર રાખો, આખું શહેર ગંધાય છે. એમ કહી શહેરને અત્તરોની નગરી જેવી બનાવવા વિરોધ દર્શાવ્યો હતો.

Advertisement

વિપક્ષ નેતા અંકિતાબેન ઠાકોરએ જણાવ્યું હતું કે નગરપાલિકા બને લગભગ ચારથી પાંચ મહિના થઇ ચુક્યા છે પરંતુ વિકાસ ના નામે હજુ મીંડું છે, એટલે આજે અમે પ્રમુખને અત્તરની ભેટ આપી છે. પાલનપુર નગરી એટલે અત્તરોની નગરી કહેવાતી હતી. પરંતુ અત્યારે ગટરોની થઈ ગઈ છે એટલે બંનને પાંચ મહિના પ્રમુખ થઈ ગયા છે એટલે ભાન કરાવ્યું કે બેન તમે ચેમ્બરમાંથી અને ફાઇલોમાંથી બહાર આવો અને પાલનપુર ના વિકાસના કામોમાં ધ્યાન આપો.

જ્યારે આ અનોખા વિરોધ મામલે નગરપાલિકાના ચીફ ઓફિસર સતીષ પટેલનું કહેવું છે કે મને અત્તરની બોટલ આપી જ નથી. હું તો સામાન્ય સભામાં બેઠો હતો અને નેતા વિપક્ષ ત્યાં આવી મૂકી ગયા. જ્યારે વિપક્ષના વિરોધ મામલે પાલનપુર નગરપાલિકા પ્રમુખ હેતલ પટેલે કહ્યું હતું કે માત્ર વિરોધ કરવાથી વિકાસ થતો નથી.


Share

Related posts

ભારતીય અભિનેત્રી જ્યોતિ સક્સેનાએ દુબઈમાં 73 માં પ્રજાસત્તાકની ઉજવણી કરી.

ProudOfGujarat

ભાવનગરના કુંભારવાડા વિસ્તારમાં દારૂ ભરેલી 2 કાર સાથે બે ઇસમો ઝડપાયા

ProudOfGujarat

ગોધરા લધુમતી મોરચા દ્વારા મોદીના જન્મદિવસની ઉજવણી નિમિત્તે રકતદાન શિબીર યોજાઈ.

ProudOfGujarat

Leave a Comment

error: Content is protected !!