૪૫ ગામ ના હજારો માછીમારો રેલી માં જોડાયા..રેલી માં અનિછનીય બનાવ ના માટે માટે ચુસ્ત પોલીસ બંદોબસ્ત ખડકી દેવાયો…..
મહંમદ પુરા નજીક મુસ્લીમ સમાજ દ્વારા રેલી નું સ્વાગત કરી લોકો ને પાણી પીવડાવી રેલી માં જોડાયા ……..
સરકાર ની લાપરવાહી ના કારણે માં નર્મદા એ પોતાનું અસ્તિત્વ ગુમાવ્યું છે ..મેઘા પાટકર……
ગુજરાત ની જીવાદોરી સમાન ગણાતી પાવન સલીલા માં નર્મદા નદી સૂકીભટ્ટ બનતા હજારો માછીમારો ની રોજી રોટી છીનવાઈ જતા ૪૫ ગામ ના હજારો માછીમારો એ કાળા વાવટા સાથે વિશાળ રેલી યોજી સરકાર ને જગાડવાનો પ્રયાસ કર્યો છે.ઉનાળા ના પ્રારંભ થી નર્મદા નદી ના ઓવરા સૂકા ભટ્ટ બન્યા છે તો સરકારે પણ નર્મદા ડેમ પર વધારા ના દરવાજા લગાડી ને પાણી કચ્છ સુધી પહોંચાડી પોતાની મત બેન્ક સાચવી છે અને ઉદ્યોગ કારો ને પાણી પહોંચાડી ગરીબ માછીમારો ભૂ દેવો અને ખેડૂતો ને બેરોજગાર કરતા તંત્ર સામે અને સરકાર સામે બે રોજગાર બનેલા માછીમારો એ સરકાર ના બહેરા કાને વાત પહોંચાડવા માટે બંબા ખાના નજીક થી ભવ્ય કાળા વાવટા  સાથે તથા હાથ માં બેનરો લઇ ને ભવ્ય રેલી નીકળી હતી..જેમાં નર્મદા બચાવ ના આંદોલન કારી મેઘા પાટકરે અચાનક રેલી માં એન્ટ્રી કરતા પોલીસ તંત્ર માં દોઢધામ મચી જવા પામ્યો હતો…જોકે પોલીસે મેઘા પાટકર ની સુરક્ષા માટે ચુસ્ત મહીલા પોલીસ બંદોબસ્ત ખડકી દેવાયો હતો……જોકે બંબા ખાના થી નીકળેલી માછી મારો ની રેલી મહંમદ પુરા ચોકડી પહોચતા જ સ્થાનિક મુસ્લિમ અગેવાનોએ માછીમારો ની માં નર્મદા બચાવ યાત્રા નું ભવ્ય સ્વાગત કરી યાત્રા માં જોડાયેલા હજારો માછીમારો ને પાણી પીવડાવી રેલી નું આગણ પ્રસ્થાન કરાવ્યું હતું.યુગો યુગો થી શિવ પુત્રી માં નર્મદા ખળ ખળ વહેતી માં રેવા છે.ભગવાન શિવે આખી પૃથ્વીને ભષ્મ કરી દીધેલી પણ ફક્ત અમૃત જેવી ભાગ્યશાળી માં નર્મદા ને બાકી રાખેલી એવો”સંકન્દ પુરાણ ” માં ઉલ્લેખ કરવામાં આવેલો છે.તેવી જ રીતે પ્રલય કાળે આખા જગતનો વિનાશ થયેલો.પણ માં નર્મદાનો વિનાશ થયેલો નથી એવો ” મત્સ્ય પુરાણ” માં ઉલ્લેખ થયેલો છે.માં નર્મદા હિન્દૂ પૌરાણિક ધર્મ નું તીર્થ છે.માં નર્મદા એ શ્રધ્ધાળુઓ દ્વારા નર્મદા સંગમની પરિક્રમા થતી હોય તેવી ભારત ની એકમાત્ર અને પશ્ચિમ ભારતની સૌથી મોટી નદી છે અને અન્ય નદીઓમાં સ્નાન કરવાથી જયારે માં નર્મદા ના દર્શન માત્ર થી પાવન થવાય છે” માં નર્મદા સાગર સંગમ ” ના સામીપ્યને લીધે ભૃગુ કચ્છ ભરૂચ એ ભૃગુતીર્થ તરીકે મહિમા ધરાવે છે.જેને લઇ નર્મદા નદી પોતાનું અસ્તિત્વ ગુમાવી રહી છે ત્યારે માછીમારો બે રોજગાર બનતાની સાથેજ માછીમાર સમાજે પોતાની એકતા બતાવી વિસાળ યાત્રા શહેર ના મહંમદ પુરા થી એમ જી રોડ થી પાંચબત્તી થઇ સેવાશ્રમ રોડ.શક્તિનાથ થી જીલ્લા કલેકટર કચેરી ખાતે પહોંચી હતી…જ્યાં માછીમારો એ નર્મદામાં પાણી છોડવા મુદ્દે ભારે સૂત્રોચ્ચાર સાથે ભજન મંડળી ની રમઝટ બોલાવી કલેકટર કચેરી ને ગજવી મૂકી હતી.જોકે અનિછનીય બનાવ ન બને તે હેતુસર કલેકટર કચેરી સંકુલ માં સેફ્ટી માટે ફાયર બંબા સહીત ના કાફલાઓને તૈનાત કરાયા હતા ….

LEAVE A REPLY