Proud of Gujarat
FeaturedGujaratINDIA

થામ નજીક ટ્રક અને મોટરસાયકલ વચ્ચે અકસ્માત સર્જાતા બે વ્યક્તિના મોત નિપજ્યા જ્યારે એક વ્યક્તિને ગંભીર ઇજાઓ પહોચી.

Share

ભરૂચ તાલુકાના થામ ગામ પાસે ત.૧૭/૦૪/૨૦૧૮ ના સમીસાંજ ના સમયે ટ્રક અને મોટરસાયકલ વચ્ચે અકસ્માત સર્જાયો હતો. આ બનાવમમાં સ્થળ પર એક વ્યક્તિનુ તેમજ સારવાર દરમિયાન એક વ્યક્તિનુ એમ બે વ્યક્તિના મોત નિપજ્યા હતા.

આ બનાવ અંગે ની વિગત જોતા સી ડિવિઝન પોલીસ સુત્રોના જણાવ્યા અનુસાર વરાસમની ગામ ખાતે રમેશ વિમાભાઇ વસાવાના ત્યાં લગ્ન યોજાયા હતા જે પ્રસંગે મોટરસાયકલ નં. જીજે‌‌‌ ‌-૧૬ એએલ-૫૦૦૭ પર અજય લક્ષ્મણભાઇ વસાવા ઉ.વ.૨૨ રહે. જુના તવરા, નંદલાલ ચીમન વસાવા ઉ.વ.૩૮, વિષ્ણુ જગદિશ વસાવા રહે.વરાસમની. ભરૂચ થી વરાસમની તરફ જઇ રહ્યા હતા ત્યારે સામેની દિશાથી ફુલ ઝડપે આવતો ટ્રક નં.જીજે-એક્ષ ૯૩૫૬ આવતા મોટરસાયકલ અને  ટ્રક વચ્ચે અકસ્માત સર્જાયો હતો જેના પગલે ગંભીર ઇજા પામેલ અજય વસાવાનું સ્થળ પર જ મોત નિપજ્યુ હતુ જ્યારે નંદલાલ વસાવાનું  સિવિલ હોસ્પિટલ માં સારવાર દરમિયાન મોત નિપજ્યુ હતુ અને વિષ્ણુ જગદિશ વસાવાને સિવિલ હોસ્પિટલ ખાતે સારવારઅપાય રહી છે.આ બનાવની તપાસ ભરૂચ ગ્રામ્ય પોલિસ કરી રહી છે.

Advertisement

Share

Related posts

અંકલેશ્વર – હાંસોટ પંથકના ગામ તળાવોમાં કમળ ના ફૂલો સ્વયભૂ અવતરણ પામતા હોય છે, એટલે કે  ગામ તળાવ માં સ્વયંભૂ રીતે કમળો ઉગતા આવ્યા છે જોકે અનેક આશ્ચર્યો વચ્ચે ગ્રામજનો કમળ ના ફૂલોને વ્યવસાયિક આવક સ્ત્રોત તરીકે સ્વીકાર્યું નથી

ProudOfGujarat

અંકલેશ્વર શહેર પોલીસે ખાલપાવાડ નજીક ખુલ્લી જગ્યામાં સટ્ટા બેટિંગનો જુગાર રમતા ત્રણ જુગારીઓની ધરપકડ કરી તપાસ હાથ ધરી છે.

ProudOfGujarat

નડિયાદ રેલ્વે સ્ટેશન પર બેભાન મુસાફરને રેલ્વે કર્મી એ કૃત્રિમ શ્વાસોચ્છવાસ દ્વારા બચાવ્યો.

ProudOfGujarat

Leave a Comment

error: Content is protected !!