Proud of Gujarat
EducationFeaturedGujarat

ધોરણ-૧૨ વિજ્ઞાન પ્રવાહનું ભરૂચ જીલ્લાનુ 64.64 % પરિણામ…

Share

દિનેશભાઇ અડવાણી

આજરોજ તારીખ ૯-૫-૨૦૧૯ ના રોજ ધોરણ – ૧૨ વિજ્ઞાન પ્રવાહનું પરિણામ જાહેર કરી દેવામાં આવ્યું છે.ભરૂચ જિલ્લામાંથી કુલ ૩૬૦૩ વિદ્યાર્થીઓએ પરીક્ષા આપી હતી જેમાંથી ૨૩૨૯ પાસ થયા છે જયારે ૧૨૭૪ વિદ્યાર્થીઓ નાપાસ થયા છે.પાસ થયેલ વિદ્યાર્થીઓ માંથી A1 ગ્રેડમાં-5 વિદ્યાર્થીઓ,A2 ગ્રેડમાં-95 વિધાર્થીઓ અને B1 ગ્રેડમાં-242 વિધાર્થીઓનો સમાવેશ થાય છે.કેન્દ્ર પ્રમાણે જોઈએ તો સૌથી વધારે ઝાડેશ્વર કેન્દ્રનું ૭૦.૭૦% પરિણામ રહ્યું છે,ભરૂચ કેન્દ્રનું ૬૩.૭૩% પરિણામ રહ્યું છે જયારે અંકલેશ્વર કેન્દ્રનું ૬૨.૪૯% પરિણામ રહ્યું છે.આમ ભરૂચ જિલ્લાનું કુલ પરિણામ ૬૪.૬૪% રહ્યું છે.ભરૂચ જિલ્લા શિક્ષણાધિકારી એન.એમ.મેહતા દ્વારા પાસ થયેલ વિદ્યાર્થીઓને અભિનંદન પાઠવવામાં આવ્યા હતા તથા નાપાસ થયેલ વિદ્યાર્થીઓએ નિરાશ ન થઇ ને વધારે મેહનત તથા ઉત્સાહ સાથે પરીક્ષાની તૈયારી કરવાનું જણાવ્યું હતું.

Advertisement


Share

Related posts

પંચમહાલ : શહેરા તાલુકાના ધાંધલપુર ગામે આમ આદમી પાર્ટીની ખાસ મિંટીગ યોજાઈ

ProudOfGujarat

ભરૂચ તાલુકાનાં અમલેશ્વર ગામમાં ખેતરમાં કામ કરતાં ત્રણ જેટલા મજૂરો પર મધમાખીઓનો હુમલો…

ProudOfGujarat

ઉમરગામ તાલુકા પ્રાથમિક શિક્ષક સંઘના પ્રમુખ તરીકે નરેન્દ્ર પટેલની બિનહરીફ વરણી.

ProudOfGujarat

Leave a Comment

error: Content is protected !!