Proud of Gujarat
INDIAFeaturedGujarat

સપનાઓ સાકાર કરવા સંઘર્ષ કરતી મોડેલ સપના નકુમ

Share

કહેવાય છે કે સફળતા કરતાં મોટો સંઘર્ષ હોય છે. સતત મહેનત અને શીખતા રહેવાની ઘગશ એક દિવસ સફળતા સુધી પંહોચાડી શકે છે. એમાં પણ એક્ટીગ કે મોડેલિંગનુ ક્ષેત્ર હોય તો ઘણી કપરી પરિસ્થિતીમાંથી પસાર થવુ પડે છ. આવા અનેક અઘરા પડાવ પાર કરી ભરૂચની સપના પોતાના સપના સાકાર કરવા આગેકુચ કરી રહી છે. જેની સંઘર્ષની વાત ફેશન, મોડેલિંગ અને અભિનયની ફિલ્ડમાં આગવા વધવા માંગતા યુવાનોમાં પ્રેરણાત્મક છે.

ભરૂચથી 25 કીમી દુર આવેલુ ઝઘડીયા ગ્રામીણ વિસ્તાર કહેવાય. આ વિસ્તારમાંથી આગળ આવવુ એ મોટી વાત છે. પરંતુ જેણે સપના સેવ્યા હોય અને જે સંઘર્ષ માટે પોતાની જાતને તૈયાર રાખે એના માટે કોઈ વાત અઘરી નથી હોતી. જે ઝઘડીયાની એક યુવતીએ સાબિત કરી બતાવ્યુ છે. જેનુ નામ જ સપનાં છે એણે પોતાના સપના પુરા કરવા જે પરિસ્થિતીનો સામનો કર્યો છે એ જાણવા જેવો છે. મોડેલિંગ અને એક્ટીંગના ક્ષેત્રમાં આગળ ધપતી સપના નકુમે પોતાના સંઘર્ષની વાત કરતાં કહ્યુ છે કે, હું નાની હતી ત્યારથી જ ટીવી ના પરદે ચમકવાના સપના જોતી હતી. પણ દિશા મળતી નહોતી. એક વાર ન્યુઝ પેપરમાં ફેશન શોની જાહેરાત જોઈ મે વિચાર્યુ કે હું પહેલુ પગલુ ભરીશ ત્યારે જ આગળ વધી શકીશ. મેં તરત જ ફોન કરી ફેશન શોમાં ભાગ લેવાની ઈચ્છા દર્શાવી. મને ખબર હતી કે જે સહેલાઈથી મેં નામ લખાવી દીધુ છે એટલુ સહેલુ નથી ફેશન શો માં ભાગ લેવાનો. પણ મારી મમ્મીએ મને હિંમત આપી કે જો મહેનત કરશે તો કોઈ કામ અશક્ય કે અઘરુ નથી. મમ્મીનો સપોર્ટ અને ઉપરના શબ્દો મારા માટે પુરતા હતાં. જેવી મેં આ ક્ષેત્રમાં મારી સફર શરુ કરી એની સાથે જ સંઘર્ષ શરુ થઈ ગયો. પહેલો શો મે 2015માં કર્યો હતો. આ એ સમય હતો જ્યારે ભરૂચ-અંકલેશ્વર વચ્ચે કેબલ બ્રીજ બન્યો નહોતો. કલાકો સુધી ટ્રાફીક જામ રહેતો. મારે શોની તૈયારી માટે દરરોજ વડોદરા જવુ પડતુ. પણ ટ્રાફીક જામના કારણે કલાકો સુધી હાઈવે ઉપર જ અટવાતી. કયારેક બે કલાક તો ક્યારેક પાંચ કલાક જેટલો સમય ટ્રાફીકમાં બરબાદ થતો. સમયસર ના પંહોચવાના કારણે મારે ઘણુ બધુ ગુમાવવુ પડતુ. એટલુ જ નહી ઘરમાં મોટી હોવાથી ઘણી બધી કૌટુંબિક જવાબદારી પણ મારા માથે હતી. બી.એ સુધીનો અભ્યાસ કરી ભરૂચમાં કપડાની દુકાન શરુ કરી હતી. એક બાજુ મારી સામે મારુ સપનુ હતું તો બીજુ બાજુ જવાબદારી. પણ ઘરના સભ્યોની મદદથી હું બંન્ને મોરચો સંભાળતી. દુકાના પણ સંભાળતી અને તૈયારીઓ પણ કરતી. અઘરુ પડતુ પણ હું હિમત હારી નહી. પહેલા શોમાં હું નિષ્ફળ ગઈ પણ શીખી બઙુ. બીજા વર્ષે મે ફરીથી ભાગ લીધો. ખૂબ મહેનત કરી. બીજા શો માં આશરે 18 જેટલી મોડલોએ ભાગ લીધો હતો. આ વખતે મારી મહેનત રંગ લાવી અને હું મીસ વડોદરાનો ખિતાબ જીતી શકી. આ ટાઈટલ મારા જીવનનુ ટર્નિગ પોઈન્ટ બન્યુ. મારા માટે મોડલિંગ અને એક્ટીંગના દરવાજા ખુલ્યા. હજુ સંઘર્ષ સમાપ્ત નથી થયો પણ સફળતાના અનેક પડાવ હું પાર કરી રહી છુ.

Advertisement

સપનાએ તેના ત્રણેક વર્ષની કારક્રીર્દીમાં 15 થી 20 જેટલા ફેશન શો, 1 વિડીયો સોન્ગ,1 ટી.વી સિરયલ, અને ચાર શોર્ટફિલ્મ કરી છે. બે ગુજરાતી મુવીમાં કો સ્ટાર તરીકે કામ કર્યુ છે જે નજીકના મહિનાઓમાં રીલીઝ થશે.

સપનાએ નિખાલસ રીતે કહ્યુ છે કે, હુ સફળ નથી પણ મહેનત કરી રહી છું એટલે સફળ થઈશ એ નક્કી છે. ભરૂચ જેવા નાના શહેરમાં ઘણા એવા યુવાનો છે જેમને આ ક્ષેત્રમાં આગળ વધવુ છે. ઘણા બધા મારી જેમ જ સંઘર્ષ કરી રહ્યા છે. હુ એ તમામ યુવાનોને એટલુ જ કહેવા માંગુ છું કે, આગળ વધવા માટે ઘણા અવરોધો આવશે. સારા લોકો પણ મળશે અને ખરાબ પણ, ખાસ કરીને યુવતીઓને અલગ નજરથી જોવામાં આવે છે. આવી પરિસ્થિતીમાં મુકાવ ત્યારે જ અવાજ ઉઠાવી પોતાના ધ્યેયથી વિચલીત થયા વગર આગળ વધીશુ તો જ સફળતા પ્રાપ્ત થશે.


Share

Related posts

પંચમહાલના આરોગ્‍ય કેન્‍દ્રો ખાતે મહિલાઓ આરોગ્ય તપાસણી શિબિરો યોજાયા

ProudOfGujarat

HOMEOSTASIS -2023 સ્પર્ધામાં મોરબીની GMERS કોલેજનો ડંકો, રાજ્યકક્ષાએ પ્રથમ સ્થાન મેળવ્યું

ProudOfGujarat

ભરૂચ નગરપાલિકાનું ૧૬૮.૪૭ કરોડનું બજેટ મંજૂર, ૧૨.૬૪ કરોડ પુરાંતવાળુ બજેટ રજુ કરાયુ

ProudOfGujarat

Leave a Comment

error: Content is protected !!