Proud of Gujarat
GujaratFeaturedINDIA

મહેમદાવાદ ખાતે ખોડીયાર માતાજી મંદિરના છઠ્ઠા પાટોત્સવ મહોત્સવની ભવ્ય ઉજવણી કરાશે.

Share

મહેમદાવાદ શહેરના ઢાળ વિસ્તારમાં આવેલ ખોડીયાર માતાજીના મંદિરનો છઠ્ઠો પાટોત્સવની તા. 8/12/2018ના રોજ ભવ્ય ઉજવણી કરવામાં આવશે. પાટોત્સવની ઉજવણી દરમિયાન વિવિધ ધાર્મિક કાર્યક્રમો સહીત રાત્રે 9:00 કલાકે મહેમદાવાદ શહેરના ઢાળ વિસ્તારમાં ગાયક કલાકાર રાજદીપ બારોટ તથા હંસાબેન ભરવાડ દ્વારા માતાજીના ગરબા રજૂ કરી રમઝટ બોલાવાશે. આ પાવન પ્રસંગે ખોડીયાર માતાજી મંદિરના પાટોત્સવમાં મોટી સંખ્યામાં લોકો જોડાય અને દર્શનનો લાભ લઇ ધન્યતા અનુભવે તે બદલ જાહેર આમંત્રણ પાઠવવામાં આવ્યું છે.

યજુવેન્દ્રસિંહ ચુડાસમા.
મહેમદાવાદ, જી-ખેડા.

Advertisement

Share

Related posts

માંગરોળ તાલુકામાં કમોસમી વરસાદથી ઈંટ ઉદ્યોગને ભારે નુકસાન

ProudOfGujarat

અમદાવાદ જિલ્લાના સાણંદ તાલુકાના આંગણવાડીના ભૂલકાઓ દ્વારા ઇકોફ્રેન્ડલી ગણેશ પ્રતિમા બનાવાઈ

ProudOfGujarat

ભરૂચ નગરપાલિકા ખાતે ખાસ સામાન્ય સભા મળી, વિવિધ મુદ્દે સત્તા પક્ષ અને વિપક્ષ વચ્ચે ચર્ચાઓ જામી

ProudOfGujarat

Leave a Comment

error: Content is protected !!