આ કાર્યક્રમ અંતર્ગત ભરૂચ જિલ્લા પોલીસમાં ફરજ બજાવતા 100 મહિલા પોલીસ અધિકારી અને કર્મચારીઓને સર્વાઇકલ કેન્સર સામે રક્ષણ આપતી રસી વિનામૂલ્યે આપવામાં આવી હતી. તારીખ 18 જાન્યુઆરી 2026ના રોજ તમામને રસીનો ત્રીજો અને અંતિમ ડોઝ આપવામાં આવ્યો હતો. અગાઉ પ્રથમ અને બીજો ડોઝ અનુક્રમે જુલાઈ અને સપ્ટેમ્બર 2025માં આપવામાં આવ્યા હતા. મહિલાઓના આરોગ્ય અને પોષણ સંબંધિત પડકારોને ધ્યાનમાં રાખીને, કાર્યક્રમ દરમિયાન નિષ્ણાત ડૉક્ટરો અને તજજ્ઞો દ્વારા હાયપરટેન્શન, ડાયાબિટીસ, બ્રેસ્ટ કેન્સર, સર્વાઇકલ કેન્સર, એનિમિયા તથા સિકલસેલ જેવા રોગો અંગે માહિતી અને જાગૃતિ પણ આપવામાં આવી હતી.
ભરૂચ જિલ્લા પોલીસ દ્વારા હાથ ધરાયેલા આ પ્રયાસને મહિલા પોલીસકર્મીઓના આરોગ્ય સુરક્ષા માટે મહત્વપૂર્ણ પહેલ તરીકે જોવામાં આવી રહી છે અને ભવિષ્યમાં પણ આવા આરોગ્યલક્ષી કાર્યક્રમો ચાલુ રાખવાની પ્રતિબદ્ધતા વ્યક્ત કરવામાં આવી છે.
