Proud of Gujarat
bharuchCrime & scandalFeaturedGENERAL NEWSGujaratINDIAUncategorized

અંક્લેશ્વર નેશનલ હાઇવે નં. 48 પર ટેમ્પો- ટ્રક વચ્ચે અકસ્માતમાં ટેમ્પો ચાલકનું મોત

Share

અંકલેશ્વર નજીક નેશનલ હાઇવે નંબર 48 પર રાજપીપળા ચોકડી ઓવરબ્રિજ પર ટેમ્પો- ટ્રક વચ્ચે સર્જાયેલ માર્ગ અકસ્માતમાં ટેમ્પો ચાલકનું કરુણ મોત નિપજ્યું હતું

અંકલેશ્વર નજીક નેશનલ હાઈવે–48 પર સુરતથી ભરુચ જવાના માર્ગ પર રાજપીપળા ચોકડી ઓવરબ્રિજ પર ગમખ્વાર અકસ્માત સર્જાયો હતો. હાઇવા ટ્રક અને આઇસર વાહન વચ્ચે સર્જાયેલ અકસ્માતમાં ટેમ્પોચાલકનું ગંભીર ઇજાના પગલે ઘટના સ્થળે જ મોત નિપજ્યું હતું. અકસ્માત એટલો ગંભીર હતો કે આઇસર ટેમ્પાના કેબિનનો ખુરડો બોલી ગયો હતો. ઘટનાની જાણ થતા અંકલેશ્વર શહેર બી ડિવિઝન પોલીસ તાત્કાલિક ઘટના સ્થળે પહોંચી હતી.પોલીસે અંકલેશ્વર ડીપીએમસીની મદદથી ભારે જહેમત બાદ આઇસર ચાલકનો મૃતદેહ બહાર કાઢી પોસ્ટમોર્ટમ માટે ખસેડ્યો હતો. અકસ્માત બાદ હાઇવા ટ્રકનો ચાલક સ્થળ પરથી ફરાર થઈ ગયો હતો.શહેર બી ડિવિઝન પોલીસે ફરાર હાઇવા ટ્રક ચાલકને ઝડપવા માટે તપાસ શરૂ કરી છે અને આગળની કાર્યવાહી હાથ ધરી છે.

Advertisement

Share

Related posts

વિશ્વ વારસા દિવસે ભરૂચમાં હેરિટેજ વૉક: વિદ્યાર્થીઓમાં ઐતિહાસિક જાગૃતિનો સંદેશ

ProudOfGujarat

વલસાડ : અપક્ષ સભ્યો ભાજપમાં જોડાતા રાજકીય જંગ જામ્યો…

ProudOfGujarat

વડોદરા : પાણીગેટ વિસ્તારમાં વીજ કંપનીની ટીમોનુ ચેકિંગ, 25 લાખની વીજ ચોરી ઝડપાઈ.

ProudOfGujarat

Leave a Comment

error: Content is protected !!