Proud of Gujarat
bharuchCrime & scandalFeaturedGENERAL NEWSGujaratINDIAUncategorized

ઘરકામ કરતી મહિલાએ માલિકના ઘરમાંથી ₹2 લાખ ચોર્યા, ભરૂચ બી ડિવિઝન પોલીસે ગણતરીના દિવસોમાં ઉકેલ્યો ગુનો

Share

 

ભરૂચ:

Advertisement

ભરૂચ શહેરના જંબુસર રોડ પર આવેલી સમાપાર્ક સોસાયટીમાં ઘરકામ કરતી મહિલાએ પરિવારની ગેરહાજરીનો લાભ લઈ માલિકના ઘરમાંથી ₹2 લાખની રોકડ ચોરી કરી હોવાની ઘટના સામે આવી છે. ઘટનાની ફરિયાદ નોંધાયાના ગણતરીના દિવસોમાં જ ભરૂચ શહેર બી ડિવિઝન પોલીસે આરોપી મહિલાની ધરપકડ કરી ચોરાયેલી સંપૂર્ણ રકમ રિકવર કરવામાં સફળતા મેળવી છે.

પોલીસના જણાવ્યા અનુસાર, મહમદ અનીશ મુસાભાઈ પટેલના ઘરે 12 મેથી 9 જુલાઈ, 2026 દરમિયાન આ ચોરી થઈ હતી. ઘરકામ કરતી ફરજાના મુબારક પટેલે ફરિયાદીના પિતાના રૂમમાં આવેલા કબાટના ડ્રોઅરમાંથી લોકરની ચાવી મેળવી લોકર ખોલી તેમાં રાખેલી રોકડ ભરેલી બેગમાંથી ₹2 લાખની ચોરી કરી હોવાનું તપાસમાં સામે આવ્યું છે.

આ અંગે 3 ઓગસ્ટે ભરૂચ શહેર બી ડિવિઝન પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાયા બાદ પોલીસ ઇન્સ્પેક્ટર એન. કે. ડામોરના માર્ગદર્શન હેઠળ તપાસ શરૂ કરવામાં આવી હતી. ટેકનિકલ સર્વેલન્સ અને હ્યુમન સોર્સની મદદથી પોલીસે શેરપુરા વિસ્તારની આશિયાના સોસાયટીમાં રહેતી ફરજાના મુબારક પટેલને ઝડપી પાડી હતી.

પૂછપરછ દરમિયાન આરોપીએ ગુનાની કબૂલાત કરતાં તેની પાસેથી ચોરીમાં ગયેલી સંપૂર્ણ ₹2 લાખની રોકડ રકમ કબજે કરવામાં આવી હતી. પોલીસે આરોપી સામે નોંધાયેલા ગુનામાં વધુ કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.

પોલીસના ઝડપી અને અસરકારક તપાસના પરિણામે ફરિયાદ નોંધાયાના થોડા જ દિવસોમાં સમગ્ર મુદ્દામાલ સાથે ગુનાનો ભેદ ઉકેલવામાં સફળતા મળી હોવાનું પોલીસ દ્વારા જણાવાયું છે.


Share

Related posts

રાજપીપળા એસ.ટી ડેપોમાં ગાય અને કુતરાનું સામ્રાજ્ય!?

ProudOfGujarat

ઉત્તરાયણનાં પર્વને પણ કોરોનાનું ગ્રહણ લાગ્યું, પતંગ બજારમાં મંદીનો માહોલ : પતંગ રસિયાઓ મૂંઝવણમાં મુકાયા.

ProudOfGujarat

નવજાત શિશુને જન્મ આપી.નવી સરકારના જન્મ માટે મતદાન કર્યું…

ProudOfGujarat

Leave a Comment

error: Content is protected !!