Proud of Gujarat
bharuchCrime & scandalFeaturedGENERAL NEWSGujaratINDIAUncategorized

પાનોલીમાં કાર-બાઈકની ટક્કરમાં ડેડીયાપાડાના બે યુવકોના મોત

Share

અંકલેશ્વરના પાનોલી વિસ્તારમાં ધુમ્મસભર્યા વાતાવરણ વચ્ચે સર્જાયેલા ભયાનક માર્ગ અકસ્માતે બે યુવાનોના જીવ લઈ લીધા હતા. પાનોલી નજીક કાર અને બાઈક વચ્ચે ભારે ટક્કર થતાં બાઈક પર સવાર બંને યુવાનો રોડ પર ફેંકાઈ ગયા હતા. ગંભીર ઇજાઓના કારણે બંનેનું ઘટનાસ્થળે જ કરુણ મોત થયું હતું.

અકસ્માતની જાણ થતાં જ પાનોલી પોલીસનો કાફલો તાત્કાલિક સ્થળ પર પહોંચ્યો હતો. પોલીસે મૃતદેહોને કબજે લઈ પોસ્ટમોર્ટમ માટે મોકલી આપ્યા હતા. પ્રાથમિક તપાસમાં મૃતક યુવાનો ડેડીયાપાડા તાલુકાના રહેવાસી સૂચિત વસાવા અને જયેન્દ્ર વસાવા હોવાનું જાણવા મળ્યું છે.

Advertisement

હાલ પોલીસ દ્વારા અકસ્માત અંગેનો ગુનો નોંધવામાં આવ્યો છે અને સમગ્ર ઘટનાની વધુ તપાસ હાથ ધરવામાં આવી છે. આ અકસ્માત બાદ વિસ્તારમાં શોકની લાગણી વ્યાપી ગઈ હતી.


Share

Related posts

વડોદરાના સોશિયલ વર્કર પાસે છે 1 ઇંચથી 1 ફૂટ સુધીની ગણપતિની એન્ટિક મૂર્તિઓનું કલેક્શન, 40 વર્ષથી કરે છે કલેક્ટ

ProudOfGujarat

કોરોનાની રસી અંગે ચાલતી તમામ અટકળો વચ્ચે કેન્દ્ર સરકારે રસી અંગે ગાઈડલાઈન જાહેર કરી…

ProudOfGujarat

પોરબંદર : ભારતીય કોસ્ટ ગાર્ડે મધદરિયે માછીમારોનું કર્યું દિલધડક રેસ્ક્યૂ, 7 માછીમારોને બચાવ્યા

ProudOfGujarat

Leave a Comment

error: Content is protected !!