Proud of Gujarat
FeaturedGujaratINDIA

ભરૂચ : શહેરમાં કારના કાચ તોડી કિંમતી સામાનની ઉઠાંતરી કરતી ગેંગ સક્રિય.

Share

ભરૂચ શહેરના ઝાડેશ્વર વિસ્તારમાં રોડસાઈડ ઉપર પાર્ક કરેલી કારનો કાચ તોડીને બેગની ઉઠાંતરી કરીને ગઠિયો પલાયન થઈ જતા સમગ્ર વિસ્તારમાં ચકચાર મચી જવા પામી છે. ભરૂચ શહેરના ઝાડેશ્વર વિસ્તારમાં આજરોજ સવારે દશ વાગ્યાના સુમારે રોડસાઈડ ઉપર પાર્ક કરેલી એક કારનો કાચ તોડીને બેગની ઉઠાંતરી કરીને ગઠિયો પલાયન થઈ ગયો હતો. નજીકના સીસીટીવી કેમેરામાં ગઠિયાની તમામ હરકત કેદ થઈ જવા પામી હતી. ઝાડેશ્વર રોડ સ્થિત એક શોપિંગ કોમ્પ્લેક્ષની બહાર રોડ ઉપર એક કારનો કાચ એક કિશોરવયનો બાળક તોડવાની સમગ્ર ઘટના ત્યાં રહેલા સીસીટીવી કેમરામાં કેદ થઈ ગઈ હતી.કારની બીજી સાઈડ ઉપર એક વ્યક્તિ આડસ રૂપે ઉભો જણાય છે, જેઓ બાળકે કાચ તોડી પાછળની સીટ ઉપરથી બેગ લઈ જાય છે કે પેલો કારને અડીને ઉભેલો શખ્સ પણ ચાલતી પકડે છે. આમ આ ઘટનાના સીસીટીવી ફૂટેજને આધારે પોલીસ આ ગઠિયાઓને ઝડપી શકે છે કે કેમ તે જોવું રહ્યું.

Advertisement

Share

Related posts

ભરૂચ : મિશ્ર ઋતુને લઈ રોગચાળામાં વધારો.

ProudOfGujarat

અંકલેશ્વરમાં ઉપરાછાપરી ચોરીના બનાવો પોલીસ માટે ચેલેન્જ

ProudOfGujarat

ભરૂચ સિવિલ હોસ્પિટલમાં કોવિડ વેકસીનનો ડ્રાય રન યોજાયો.

ProudOfGujarat

Leave a Comment

error: Content is protected !!