Proud of Gujarat
bharuchCrime & scandalFeaturedGENERAL NEWSGujaratINDIAUncategorized

બારડોલીમાં જવાળામુખી માતાજી મંદિરનો 18મો પાટોત્સવ: મૈસુરીયા સમાજ દ્વારા ભવ્ય ઉજવણી અને આગેવાનોનું સન્માન

Share

 

બારડોલી ખાતે શાસ્ત્રી રોડ પર આવેલ જવાળામુખી માતાજી મંદિરમાં 18મા પાટોત્સવ (સાલગીરી મહોત્સવ)ની ભવ્ય ઉજવણી કરવામાં આવી હતી. આ કાર્યક્રમનું આયોજન બારડોલી પ્રદેશ મૈસુરીયા સમાજ ટ્રસ્ટ દ્વારા કરવામાં આવ્યું હતું.

Advertisement

ચૈત્ર સુદ આઠમના દિવસે મંદિરમાં હોમ-હવનનો ધાર્મિક કાર્યક્રમ યોજાયો હતો, જ્યારે ચૈત્ર સુદ તેરસના દિવસે (31 માર્ચ) પાટોત્સવની ધામધૂમપૂર્વક ઉજવણી કરવામાં આવી હતી. આ પ્રસંગે મૈસુરીયા/ભાટિયા સમાજના મોટી સંખ્યામાં જ્ઞાતિબંધુઓ હાજર રહી માતાજીના આશીર્વાદ મેળવ્યા હતા.

ઉત્સવ દરમિયાન સમાજના આગેવાનો દ્વારા સંસ્થા તેમજ રાજકીય ક્ષેત્રમાં જોડાયેલા અને સમાજ માટે યોગદાન આપનાર વ્યક્તિઓનું સન્માન કરવામાં આવ્યું હતું, જે કાર્યક્રમનું વિશેષ આકર્ષણ બન્યું હતું.

કાર્યક્રમમાં જયંતિભાઈ મૈસુરીયા, ધર્મિષ્ઠાબેન મૈસુરીયા (બાબેન), ખુશ્બુ પટેલ તેમજ ડૉ. મનીષ પટેલ (USA) જેવા દાતાઓના સહયોગથી મહાપ્રસાદનું આયોજન કરવામાં આવ્યું હતું, જેમાં ઉપસ્થિત તમામ લોકોએ પ્રસાદનો લાભ લીધો હતો.

અંતે મૈસુરીયા સમાજના ટ્રસ્ટીઓ દ્વારા કાર્યક્રમને સફળ બનાવવા સહયોગ આપનાર તમામ જ્ઞાતિબંધુઓનો આભાર વ્યક્ત કરવામાં આવ્યો હતો.


Share

Related posts

સાત મઈ ભાજપા ગઈ,રાજ્યસભાના સાંસદ ઇમરાન પ્રતાપગઢીએ ચૈતર વસાવા નો હાથ પકડી જીતાડવા પ્રજાને અપીલ કરી

ProudOfGujarat

નેત્રંગ તાલુકાના 3000 થી વધુ વિદ્યાર્થીઓને એસ આર એફ (SRF) ફાઉન્ડેશન દ્વારા “કમ્પ્યુટર એજ્યુકેશન ઓન વ્હીલ્સ” પ્રોજેક્ટ હેઠળ કમ્પ્યુટર અભ્યાસ પૂરો પાડવામાં આવ્યો

ProudOfGujarat

Breaking News આજે આમોદ ખાતે વિજિલન્સનો દરોડો…

ProudOfGujarat

Leave a Comment

error: Content is protected !!