Proud of Gujarat
bharuchCrime & scandalFeaturedGENERAL NEWSGujaratINDIAUncategorized

ભરૂચ પૂર્વ પટ્ટી પર કોંગ્રેસ ઉમેદવાર ઇન્દ્રસિંહ પરમારના ધારાસભ્ય પર અરૂણસિંહ રણા ગંભીર આક્ષેપ

Share

 

સ્થાનિક સ્વરાજની ચૂંટણીને લઈને ભરૂચ જિલ્લાના પૂર્વ પટ્ટી વિસ્તારમાં રાજકીય માહોલ ગરમાયો છે. શુકલતીર્થ 28 જિલ્લા પંચાયત બેઠકના કોંગ્રેસના ઉમેદવાર ઇન્દ્રસિંહ પરમારે વાગરા તાલુકાના ધારાસભ્ય અરૂણસિંહ રણા પર ગંભીર આક્ષેપો કર્યા છે.

Advertisement

ઇન્દ્રસિંહ પરમારના જણાવ્યા મુજબ ધારાસભ્ય દ્વારા તેમના તાલુકા પંચાયતના કોંગ્રેસના ઉમેદવારોને ટેલીફોનિક રીતે તેમજ પોતાના અંગત લોકો મારફતે ઉમેદવારી પત્ર પરત ખેંચી લેવા દબાણ કરવામાં આવી રહ્યું છે. તેમણે વધુમાં આક્ષેપ કર્યો કે ધારાસભ્યના નજીકના લોકો ઉમેદવારોના ઘરે જઈ સતત સંપર્ક કરવાનો પ્રયાસ કરી રહ્યા છે.

આ કારણે છેલ્લા ચાર દિવસથી નીકોરા અને ઝનોર વિસ્તારના ઉમેદવારો પોતાના ઘરે અથવા મત વિસ્તારમાં રહી શકતા નથી તેમજ મતદાતાઓ સાથે સંપર્ક સાધવામાં પણ મુશ્કેલીનો સામનો કરી રહ્યા હોવાનું તેમણે જણાવ્યું હતું.

આક્ષેપોને લઈને રાજકીય વર્તુળોમાં ચર્ચાનો માહોલ સર્જાયો છે. જોકે આ મામલે ધારાસભ્ય તરફથી કોઈ સત્તાવાર પ્રતિક્રિયા હજુ સુધી સામે આવી નથી.


Share

Related posts

સ્ટ્રીટ ફન રોટલી ધમાલ ગલીનું થનાર આયોજન ભરૂચ નગરમાં છેલ્લા ઘણા વર્ષોથી સ્ટ્રીટ ફોન નું આયોજન કરવામાં આવી રહ્યું છે

ProudOfGujarat

ભરૂચ જિલ્લામાં કોરોના સામે જંગ જીતવા માટે યોકોહામા કંપની અને મેઘમણી કંપની દ્વારા ઓક્સિજન કોંસ્ટ્રેટર મશીન જીલ્લા કલેકટરને અર્પણ કરાયા.

ProudOfGujarat

જામનગરમાં રુદ્રાક્ષ દાંડિયા ક્લાસીસ દ્વારા વિનામૂલ્યે સમર કેમ્પ યોજાયો.

ProudOfGujarat

Leave a Comment

error: Content is protected !!