Proud of Gujarat
bharuchCrime & scandalFeaturedGENERAL NEWSGujaratINDIAUncategorized

ભરૂચમાં ડૉ. બાબાસાહેબ આંબેડકર જયંતી નિમિત્તે કોંગ્રેસ દ્વારા શ્રદ્ધાંજલિ કાર્યક્રમ

Share

 

ભરૂચ.

Advertisement

ભારતના બંધારણના શિલ્પી ડો. ભીમરાવ આંબેડકરની જન્મજયંતી નિમિત્તે ભરૂચ જિલ્લા કોંગ્રેસ કાર્યાલય ખાતે વિશેષ કાર્યક્રમો યોજાયા હતા. આ અવસરે કોંગ્રેસના આગેવાનો અને કાર્યકરો દ્વારા બાબાસાહેબની પ્રતિમાને ફુલહાર અર્પણ કરી શ્રદ્ધાસુમન અર્પણ કરવામાં આવ્યા હતા તેમજ તેમના વિચારોથી પ્રેરણા લેવાની પ્રતિબદ્ધતા વ્યક્ત કરવામાં આવી હતી.

કાર્યક્રમ ભરૂચ જિલ્લા કોંગ્રેસ કાર્યાલય તેમજ રેલવે સ્ટેશન નજીક આવેલી બાબાસાહેબની પ્રતિમા ખાતે યોજાયો હતો. જેમાં પુષ્પાંજલિ, ફુલહાર અર્પણ અને શ્રદ્ધાંજલિ સભાનું આયોજન કરવામાં આવ્યું હતું. આ પ્રસંગે જિલ્લા કોંગ્રેસ પ્રમુખ, શહેર પ્રમુખ સહિત મોટી સંખ્યામાં કોંગ્રેસના કાર્યકરો ઉપસ્થિત રહ્યા હતા. નેતાઓએ પોતાના સંબોધનમાં બાબાસાહેબના સામાજિક ન્યાય, સમાનતા અને બંધારણીય મૂલ્યોને આગળ વધારવા માટે સંકલ્પ લીધો હતો.


Share

Related posts

અંબાજીમાં ભાદરવી પૂનમનો મેળો રદ: પણ માનવ મહેરામણ છલકાયું

ProudOfGujarat

માંગરોળના શાહ ગામે સ્ક્રીટેગ કંપનીના નિકાલ કરાતા વેસ્ટ મટીરીયલમાંથી દુર્ગંધ આવતા કોંગ્રેસ સમિતિએ મામલતદારને ફરિયાદ કરી

ProudOfGujarat

વાયરલ ઓડિયો કાંડ મામલે કોંગ્રેસનું આવેદન – અંકલેશ્વર નગરપાલિકા પ્રમુખને હટાવવાની માંગ

ProudOfGujarat

Leave a Comment

error: Content is protected !!