Proud of Gujarat
GujaratFeaturedINDIA

આગામી બકરી ઈદ નિમિત્તે કાયદેસરના પશુઓને ન પકડવા બાબતે રાજ્યના ગૃહમંત્રી ને સંબોધી મુસ્લીમ સમાજના અગ્રણીઓએ જિલ્લા કલેકટર ને આવેદનપત્ર સુપ્રત કરવામાં આવ્યું હતું……

Share

ભરૂચ જિલ્લાના તમામ મુસ્લિમ સમાજ ના લોકો અને અગ્રણીઓએ આપેલ આવેદન પત્ર માં જણાવ્યા મુજબ આગામી ૨૨ ઓગસ્ટ ના રોજ બકરી ઈદ નો તહેવાર હોય આ દરમિયાન સરકાર દ્વારા કાયદેસર જાહેર કરેલ પશુઓ જેવા કે ઘેટાં.બકરા.પાડાંઓ ગુજરાત ના અલગ અલગ વિસ્તારો માંથી કુરબાની માટે આવતા હાઇવે ઉપર વાહનો ને રોકીને પશુઓને કહેવાતા ગૌ રક્ષકો કાયદા હાથમાં લઈને આ પશુઓને દાદાગીરી થી પોતાની માલિકીના સમજીને ગેરકાયદેસર બની બઠેલાં ગૌ રક્ષકો ટ્રકના દ્રાઇવરો તથા આ પશુઓના માલિકોને ગેરકાયદેસર રીતે રીતે કાયદો હાથ માં લઇ માર મારે છે..અને ગાડીઓ પણ જપ્ત કરીને રૂપિયા પડાવી ગુન્હો કરે છે…
આજ પ્રકાર ની ઘટના રાજસ્થાન ના અલવર શહેરમાં દુધાળી ગાયો લઈને જતા બે મુસ્લિમ યુવાનો.અકબર ખાન અને અસલમ ખાન ઉપર ત્યાંના લેભાગુ કહેવાતા ગૌ રક્ષકોએ આ લોકોને આંતરિક તેમના ઉપર ઘાટકી હુમલો કરેલો છે.તેમ આજે આપવામાં આવેલ આવેદન પત્ર માં જણાવ્યું હતું…

Share

Related posts

ભરૂચના મકતમપુર સાદાત નગરમાં પ્રથમ સમૂહલગ્નનું ભવ્ય આયોજન

ProudOfGujarat

અંકલેશ્વર નોબેલ માર્કેટમાં ઉદઘાટન તથા ધ્વજવંદનનો કાર્યક્રમ યોજાયો.

ProudOfGujarat

સુરત-પાંડેસરા વિસ્તારમાં એસએમસી આવાસમાં ફાયરિંગ -અજાણ્યા શખ્સો દ્વારા કરાયેલ ફાયરિંગમાં એક યુવક ઈજાગ્રસ્ત….

ProudOfGujarat

Leave a Comment

error: Content is protected !!