Proud of Gujarat
bharuchCrime & scandalFeaturedGENERAL NEWSGujaratINDIAUncategorized

ભરૂચમાં ભારે પવન અને વરસાદથી કાચું મકાન ધરાશાયી : નનુંમિયા ઝૂંપડપટ્ટી વિસ્તારમાં ભરત વસાવાનું ઘર તૂટી પડ્યું; પરિવાર ઘરવિહોણો બન્યો

Share

 

ભરૂચ શહેરમાં ગતરોજ ભારે પવન અને વરસાદના કારણે નનુંમિયા ઝૂંપડપટ્ટી વિસ્તારમાં એક કાચું મકાન ધરાશાયી થવાની ઘટના સામે આવી છે. આ ઘટનામાં ભરત ધનજી વસાવાનું મકાન સંપૂર્ણપણે તૂટી પડતાં પરિવાર ઘરવિહોણો બન્યો છે. સદનસીબે ઘટનામાં કોઈ જાનહાનિ કે ઇજા નોંધાઈ નથી.

Advertisement

પ્રાપ્ત માહિતી અનુસાર ભારે પવન અને વરસાદના કારણે મકાનની દીવાલો નબળી પડી જતાં છતનો એક ભાગ અચાનક તૂટી પડ્યો હતો. ઘટના સમયે પરિવારના સભ્યો ઘરમાં હાજર હતા, પરંતુ સમયસર બહાર નીકળી જતા મોટી દુર્ઘટના ટળી હતી. જોકે, મકાનને ભારે નુકસાન થતાં પરિવારનું આશ્રયસ્થાન ખંડેરમાં ફેરવાઈ ગયું છે.

ઘટનાની જાણ થતાં સ્થાનિક કાર્યકરો અને આગેવાનો તાત્કાલિક સ્થળ પર દોડી આવ્યા હતા. તેમણે અસરગ્રસ્ત પરિવારની મુલાકાત લઈ પરિસ્થિતિનું નિરીક્ષણ કર્યું હતું તેમજ પરિવારને શક્ય તેટલી મદદ અને સરકારી સહાય મળે તે માટે પ્રયત્નો શરૂ કર્યા હોવાનું જણાવ્યું હતું.

આગેવાનોએ ઘટનાની ગંભીરતા ધ્યાનમાં લઈ ભરૂચ મામલતદારને રજૂઆત કરી અસરગ્રસ્ત પરિવારને તાત્કાલિક આર્થિક સહાય, રહેઠાણ અને જરૂરી રાહત સામગ્રી ઉપલબ્ધ કરાવવા માંગણી કરી છે.

સ્થાનિકોમાં ભારે વરસાદ અને પવનના કારણે નબળા અને કાચા મકાનો અંગે ચિંતા વ્યાપી છે. વરસાદી માહોલ વચ્ચે આવી વધુ ઘટનાઓ ન બને તે માટે તંત્ર દ્વારા જોખમી મકાનોનું સર્વેક્ષણ કરવાની પણ માંગ ઉઠી રહી છે.


Share

Related posts

ભરૂચ જિલ્લામાં આગામી  ૦૮મી માર્ચ ૨૦૨૬ થી ૧૪ માર્ચ ૨૦૨૬ સુધી વિશ્વ ઝામર સપ્તાહ ઉજવણી કરાશે

ProudOfGujarat

લીંબડી ખાતે ઝાલાવાડ ફેડરેશન ઓફ ટ્રેડ એન્ડ ઈન્ડસ્ટ્રીઝ દ્વારા કથામૃતમ યોજાયું.

ProudOfGujarat

માંગરોળ તાલુકાના વાંકલ અને ઝંખવાવ ખાતે વિકાસ સપ્તાહની ઉજવણી અંતર્ગત વિકાસરથનું ભવ્ય સ્વાગત

ProudOfGujarat

Leave a Comment

error: Content is protected !!