Proud of Gujarat
bharuchCrime & scandalFeaturedGENERAL NEWSGujaratINDIAUncategorized

ભરૂચ ખાતે ધો.10 અને ITI બાદ ડિપ્લોમા એન્જિનિયરિંગ પ્રવેશ માટે માર્ગદર્શન સેમિનાર યોજાશે

Share

ભરૂચ.
ભરૂચ જિલ્લામાં ધોરણ-10 અને ITI બાદ ડિપ્લોમા એન્જિનિયરિંગમાં પ્રવેશ મેળવવા ઇચ્છુક વિદ્યાર્થીઓ અને વાલીઓ માટે માર્ગદર્શન સેમિનારનું આયોજન કરવામાં આવ્યું છે.
શ્રી કે.જે. પોલીટેકનીક, ભોલાવ ભરૂચના કેમ્પસમાં કાર્યરત સરકારી પોલીટેકનીક, રાજપીપળા દ્વારા ACPDCના સહયોગથી તા. 09/06/2026 સોમવારના રોજ સવારે 11:30 કલાકે એડમિશન અવેરનેસ સેમિનાર યોજાશે.
સેમિનારમાં ધોરણ-10 બાદ પ્રથમ વર્ષ તેમજ ITI બાદ બીજા વર્ષ ડિપ્લોમા એન્જિનિયરિંગમાં પ્રવેશ પ્રક્રિયા અંગે વિસ્તૃત માહિતી આપવામાં આવશે. ઉપરાંત એડમિશન માટેના જરૂરી ક્રમિક પગલાં, ઓનલાઇન રજીસ્ટ્રેશન પ્રક્રિયા અને વિદ્યાર્થીઓ તથા વાલીઓના પ્રશ્નોના નિરાકરણ માટે માર્ગદર્શન આપવામાં આવશે.
અત્રે નોંધનીય છે કે એડમિશન કમિટી ફોર પ્રોફેશનલ ડિપ્લોમા કોર્સિસ (ACPDC), અમદાવાદ દ્વારા તા. 08/05/2026થી એડમિશન રજીસ્ટ્રેશન પ્રક્રિયા શરૂ કરવામાં આવી છે.
સરકારી પોલીટેકનીક, રાજપીપળાના આચાર્ય દ્વારા જિલ્લા ભરના વિદ્યાર્થીઓ અને વાલીઓને સેમિનારમાં મોટી સંખ્યામાં હાજરી આપી લાભ લેવા અનુરોધ કરવામાં આવ્યો છે.
————–

Share

Related posts

સુરત ખાતે વાહન ચોરીના ગુનામાં પકડાયેલ તથા મોબાઈલ ચોરીના ગુનામાં વોન્ટેડ રીઢા ચોરને એલ.સી.બી પોલીસે ઝડપી પાડ્યો….

ProudOfGujarat

બુલેટ ટ્રેન વિભાગ દ્વારા આમલાખાડી માં અડચણ રૂપ માટી પુરાણ અને પાઈપો નાખી બનાવેલ નાળા ને દુર કરવાની માંગ, અવરોધ દુર નહિ થાય તો મોટી હાલાકી ની શક્યતા.*

ProudOfGujarat

મુખ્યમંત્રી આજે બપોરે સોમનાથ ગીર ના વરસાદી અસરગ્રસ્ત વિસ્તાર માં નિરીક્ષણ માટે એરફોર્સ ના હેલિકોપ્ટર દ્વારા રવાના થયા હતા..

ProudOfGujarat

Leave a Comment

error: Content is protected !!