Proud of Gujarat
bharuchCrime & scandalFeaturedGENERAL NEWSGujaratINDIAUncategorized

ભરૂચ જિલ્લામાં લાઉડસ્પીકર અને ડી.જે. સિસ્ટમના ઉપયોગ પર નિયંત્રણ

Share

ભરૂચ.
ભરૂચ જિલ્લામાં જાહેર સ્થળોએ લાઉડસ્પીકર, પબ્લિક એડ્રેસ સિસ્ટમ તથા ડી.જે. સિસ્ટમના અનિયંત્રિત ઉપયોગને કારણે વધતા ધ્વનિ પ્રદૂષણને ધ્યાનમાં રાખી ઇન્ચાર્જ અધિક જિલ્લા મેજિસ્ટ્રેટ દ્વારા ગુજરાત પોલીસ અધિનિયમ, 1951 ની કલમ-33(1)(એન) હેઠળ પ્રતિબંધાત્મક જાહેરનામું બહાર પાડવામાં આવ્યું છે.

જાહેરનામામાં જણાવાયું છે કે વધુ અવાજને કારણે નાગરિકોના આરોગ્ય પર વિપરીત અસર પડે છે તેમજ વિદ્યાર્થીઓના અભ્યાસ અને સામાન્ય જનજીવનમાં અડચણ ઊભી થાય છે. વધુમાં અનિયંત્રિત અવાજથી સુલેહભંગ તથા સાંપ્રદાયિક તણાવ જેવી પરિસ્થિતિ સર્જાવાની શક્યતા રહેતી હોવાથી આ નિર્ણય લેવામાં આવ્યો છે.

જાહેરનામા મુજબ ડી.જે., લાઉડસ્પીકર અથવા પબ્લિક એડ્રેસ સિસ્ટમ બનાવનાર, વેચનાર, ભાડે આપનાર અને ઉપયોગ કરનાર વ્યક્તિઓ તથા સંસ્થાઓએ સંબંધિત પોલીસ સ્ટેશનમાં સંપૂર્ણ વિગતો આપવાની રહેશે. ઉપરાંત ધ્વનિ પ્રદૂષણ (નિયમન અને નિયંત્રણ) નિયમ-2000નું કડક પાલન કરવાનું રહેશે.

Advertisement

ધાર્મિક સ્થળોએ સવારે 6 વાગ્યાથી રાત્રે 9 વાગ્યા સુધી વગર પરવાનગીએ લાઉડસ્પીકરનો ઉપયોગ કરી શકાશે, પરંતુ અવાજ સંકુલની બહાર ન જવો જોઈએ. જ્યારે લગ્ન વરઘોડા અથવા અન્ય કાર્યક્રમોમાં સવારે 6 વાગ્યાથી રાત્રે 10 વાગ્યા સુધી સક્ષમ અધિકારીની પરવાનગી બાદ જ ડી.જે. અથવા લાઉડસ્પીકર વગાડી શકાશે.

ખાનગી મકાન, કોમ્યુનિટી હોલ અથવા ઓડિટોરીયમ જેવા બંધ સ્થળોએ અંદર માઇક સિસ્ટમનો ઉપયોગ કરી શકાશે, પરંતુ તેનો અવાજ બહાર ન જવો જોઈએ તે ફરજિયાત રહેશે.

આ હુકમનો ભંગ કરનાર સામે ભારતીય ન્યાય સંહિતા-2023 તથા ગુજરાત પોલીસ અધિનિયમ મુજબ કાયદેસરની કાર્યવાહી હાથ ધરવામાં આવશે. સમગ્ર ભરૂચ જિલ્લામાં આ જાહેરનામું અમલમાં રહેશે.


Share

Related posts

ભરૂચ નર્મદા ચોકડી વિસ્તારમાં ઉભેલી ટ્રકને પાછળથી આવતી ટ્રકે ટક્કર મારત બે વ્યકિતઓના મોત નીપજ્યા

ProudOfGujarat

સુરેન્દ્રનગર વિશ્વ પ્રસિધ્ધ તરણેતરનો મેળો

ProudOfGujarat

કેવડીયા-સ્ટેચ્યુ ઓફ યુનિટી ખાતે આંતરરાષ્ટ્રીય પતંગોત્સવ યોજાયો.

ProudOfGujarat

Leave a Comment

error: Content is protected !!