Proud of Gujarat
bharuchCrime & scandalFeaturedGENERAL NEWSGujaratINDIAUncategorized

ભાડભૂત ડેમ નજીક CRZ વિસ્તારમાં કરોડો રૂપિયાની માટી ચોરીનો આક્ષેપ : GHV India, DBL સહિત ગામ પંચાયતના જવાબદારો સામે એડવોકેટ કમલેશ મઢીવાલાની ગંભીર ફરિયાદ

Share

 

ભરૂચ :

Advertisement

ભરૂચ જિલ્લાના મનાડ ગામ નજીક ભાડભૂત બેરેજ વિસ્તારમાં ગેરકાયદેસર માટી ખનન અને CRZ નિયમોના ભંગનો મોટો કૌભાંડ બહાર આવ્યાનો આક્ષેપ થયો છે. એડવોકેટ કમલેશ એસ. મઢીવાલાએ કલેક્ટર, GPCB અને ખાણ-ખનીજ વિભાગને લેખિત ફરિયાદ આપી ભરૂચ-દહેજ હાઈવે તથા ભાડભૂત બેરેજ પ્રોજેક્ટ સાથે સંકળાયેલી કંપનીઓ સામે ફોજદારી કાર્યવાહી કરવાની માંગ કરી છે.

ફરિયાદ મુજબ મનાડ ગામની સીમમાં આવેલા ગૌચર, ગામ તળાવ અને નદીકાંઠાના CRZ પ્રતિબંધિત વિસ્તારમાંથી મોટા પાયે ગેરકાયદેસર માટી ખોદકામ કરવામાં આવ્યું હોવાનું જણાવાયું છે. ફરિયાદમાં આરોપ મૂકાયો છે કે આ માટીનો ઉપયોગ ભરૂચ-દહેજ હાઈવેના કામમાં કરવામાં આવી રહ્યો છે.

ફરિયાદમાં GHV India Pvt. Ltd., Dilip Buildcon Limited (DBL), મનાડ ગામ પંચાયતના સરપંચ તથા તલાટી કમ મંત્રી સહિત અન્ય મળતિયાઓની સંડોવણી હોવાનો આક્ષેપ કરવામાં આવ્યો છે.

ફરિયાદી દ્વારા રજૂ કરાયેલા GPS લોકેશન, ફોટોગ્રાફ્સ અને વીડિયોના આધારે આશરે 50 હેક્ટરથી વધુ વિસ્તારમાં માટી ખોદકામ થયાનો દાવો કરવામાં આવ્યો છે. ચોરી કરાયેલી માટી કેસરોલ નજીક GSRDC ટોલનાકા પાસે સ્ટોર કરવામાં આવી હોવાનો પણ ઉલ્લેખ કરાયો છે.

ફરિયાદમાં ગંભીર આક્ષેપ કરવામાં આવ્યો છે કે ખાણ-ખનીજ વિભાગ તરફથી કોઈ ખનન પરમીટ આપવામાં આવી નથી, કલેક્ટર કચેરી તરફથી કોઈ લીઝ મંજૂર કરવામાં આવી નથી અને GPCB તરફથી CRZ મંજૂરી પણ લેવામાં આવી નથી. પરિણામે સમગ્ર પ્રવૃત્તિ સરકારી જમીનના ગેરકાયદેસર શોષણ અને કુદરતી સંપત્તિની ચોરી સમાન હોવાનું રજૂઆતમાં જણાવાયું છે.

ફરિયાદમાં માંગ કરવામાં આવી છે કે માટી ખોદકામ સ્થળ અને સ્ટોરેજ સ્થળની કોન્ફીડેન્શિયલ તપાસ કરવામાં આવે, CCTV ફૂટેજ ચકાસવામાં આવે, વાહનોના રેકોર્ડ મેળવવામાં આવે તેમજ સંડોવાયેલા તમામ સામે લેન્ડ ગ્રેબિંગ, માટી ચોરી, CRZ ભંગ અને સરકારી સંપત્તિને નુકસાન પહોંચાડવા બદલ ગુનો દાખલ કરવામાં આવે.

આ ઉપરાંત તપાસ પૂર્ણ ન થાય ત્યાં સુધી GHV India Pvt. Ltd. અને DBL ના સરકારી બિલોની ચુકવણી રોકી દેવાની માંગ પણ કરવામાં આવી છે. સાથે જ બંને કંપનીઓને બ્લેકલિસ્ટ કરી તેમના સરકારી કોન્ટ્રાક્ટ રદ કરવાની માંગ ઉઠી છે.

ફરિયાદના પગલે જિલ્લાની પ્રશાસનિક અને ખાણ-ખનીજ તંત્રમાં ખળભળાટ મચી ગયો હોવાનું જાણવા મળી રહ્યું છે.


Share

Related posts

દાહોદ જીલ્લાના દેલસર ખાતે અંબીકા દાળ મીલ ના માલીક પ્રેમચંદજી જૈન ઉપર અનાજ ની દલાલી કરતા ભુપેન્દ્ર દલાલ દવારા અંગત કારણો સર ગઇા કાલ સવારે ખાનગી બંદૂક દવારા ઉપરા છાપરી પાંચ રાઉન્ડ ફાયરીંગ કરતા ગંભીર ઇજાઓ થવા પામી હતી .

ProudOfGujarat

અંકલેશ્વરમાં વરસાદ પડતા જ તમામ રસ્તાની હાલત બિસ્માર…

ProudOfGujarat

રાજપીપલા નજીક ખામર પાસે કાર અને ટ્રક નો અકસ્માત મા 4 ના મોત એક નો આબાદ બચાવ  

ProudOfGujarat

Leave a Comment

error: Content is protected !!