Proud of Gujarat
bharuchCrime & scandalFeaturedGENERAL NEWSGujaratINDIAUncategorized

ગૌમાંસના ગુનામાં વર્ષથી નાસતો ફરતો આરોપી સાજીદ ભીખુ ઝડપાયો

Share

વાંકલ: સુરત ગ્રામ્ય પોલીસ અધિક્ષકના માર્ગદર્શન અને માંગરોલ પોલીસ ઇન્સ્પેક્ટર પી.એમ. દેસાઈની સૂચના હેઠળ પોલીસ સ્ટાફ વિસ્તારમાં પેટ્રોલિંગમાં હતો. તે દરમિયાન પોલીસ કોન્સ્ટેબલ વિપુલભાઈ વિક્રમભાઈને ચોક્કસ બાતમી મળી હતી કે ગૌમાંસના ગુનામાં વોન્ટેડ આરોપી મોસાલી ચોકડી નજીક હાજર છે.

મળેલી બાતમીના આધારે પોલીસે તાત્કાલિક કાર્યવાહી હાથ ધરી મોસાલી ચોકડી વિસ્તારમાં વોચ ગોઠવી હતી. પોલીસની ટીમે સતર્કતા સાથે ઓપરેશન ચલાવી લાંબા સમયથી ફરાર આરોપી સાજીદ સલીમ ભીખુ (રહે. કોસાડી ગામ, તા. માંગરોલ)ને ઝડપી પાડ્યો હતો.

Advertisement

પોલીસ તપાસમાં સામે આવ્યું છે કે આરોપી માંગરોલ પોલીસ સ્ટેશનમાં નોંધાયેલા ગૌમાંસ તેમજ પ્રાણી સંરક્ષણ અધિનિયમ હેઠળના ગંભીર ગુનામાં છેલ્લા લગભગ એક વર્ષથી ફરાર હતો અને સતત પોલીસથી બચવાનો પ્રયાસ કરી રહ્યો હતો. આરોપી સામે પશુ સંરક્ષણ સંબંધિત વિવિધ કલમો હેઠળ ગુના નોંધાયેલા છે.

આરોપીની ધરપકડ બાદ પોલીસે તેની વધુ પૂછપરછ શરૂ કરી છે. સાથે જ ગુનામાં અન્ય કોઈની સંડોવણી છે કે કેમ તે દિશામાં પણ તપાસ હાથ ધરવામાં આવી રહી છે. હાલ પોલીસે આરોપી સામે કાયદેસરની કાર્યવાહી આગળ ધપાવી છે.


Share

Related posts

અજાણ્યા મહિલાનો મૃતદેહનો ભેદ ખુલ્યો. પતીએજ પત્નીની કરપીણ હત્યા કરી પત્ની ની લાશ કચરા નીચે છુપાવી દીધી હતી જાણો કેમ ? કેવી રીતે અને ક્યા ?

ProudOfGujarat

વડોદરાની એમ.એસ. યુનિવર્સિટીના ગેટની સામે ઊભા રહી યુવકોને બીભત્સ ઈશારા કરતી 3 યુવતી ઝડપાઈ

ProudOfGujarat

ભરૂચમાં નગરપાલિકાની રખડતા ઢોર સામે ફરી ઝુંબેશ, 3 ગાય પકડાઈ : પશુઓને રોડ પર રખડતા મૂકતા પશુમાલિકો સામે કડક દંડની લોકોની માંગ

ProudOfGujarat

Leave a Comment

error: Content is protected !!