Proud of Gujarat
bharuchCrime & scandalFeaturedGENERAL NEWSGujaratINDIAUncategorized

ભરૂચમાં 20 જૂનથી નિયમિત બે સમય પાણી પુરવઠો શરૂ થશે : કેનાલમાં 25 દિવસ બાદ પાણી છોડાતા પુરવઠો સુધરશે, પ્રારંભિક બે દિવસ ડહોળું પાણી આવવાની શક્યતા

Share

 

ભરૂચ : ભરૂચ નગરપાલિકા દ્વારા શહેરના નાગરિકોને મહત્વપૂર્ણ જાણ કરવામાં આવી છે કે સરદાર સરોવર નર્મદા નિગમ લિમીટેડ  (SSNNL) દ્વારા મુખ્ય કેનાલમાં પાણી છોડવામાં આવ્યું છે. હાલ પાણી કેનાલ મારફતે આગળ વધી રહ્યું છે અને ટૂંક સમયમાં શહેરના પાણી પુરવઠા માટે જરૂરી જથ્થામાં પાણી ઉપલબ્ધ થવાની શક્યતા વ્યક્ત કરવામાં આવી છે.

Advertisement

નગરપાલિકાના જણાવ્યા અનુસાર, હાલમાં ઉપલબ્ધ પાણીના જથ્થાને ધ્યાનમાં રાખીને શહેરમાં એક સમય પાણી પુરવઠો આપવામાં આવી રહ્યો છે. જોકે પાણીની સ્થિતિમાં સુધારો થતા તા. 20 જૂન, 2026થી શહેરમાં નિયમિત બે સમય પાણી પુરવઠો શરૂ કરવામાં આવશે.

અધિકારીઓએ વધુમાં જણાવ્યું હતું કે કેનાલમાં અંદાજે 25 દિવસ બાદ પાણી છોડવામાં આવ્યું હોવાથી, પુરવઠો શરૂ થયાના પ્રારંભિક બે દિવસ દરમિયાન પાણી થોડું ડહોળું અથવા ગંદુ આવવાની શક્યતા છે.

તેને ધ્યાનમાં રાખીને નગરપાલિકા દ્વારા શહેરજનોને સાવચેતી રાખવા અપીલ કરવામાં આવી છે. ખાસ કરીને ઘરગથ્થુ ફટકડીનો ઉપયોગ કરવા, તેમજ પાણીને ગાળી અને ઉકાળી પછી જ ઉપયોગમાં લેવા વિનંતી કરવામાં આવી છે.

નગરપાલિકાએ નાગરિકોને પાણીનો બગાડ ન કરવા અને પાણીનો સાવચેતીપૂર્વક ઉપયોગ કરવા પણ અનુરોધ કર્યો છે.


Share

Related posts

ભરૂચ શહેર ના સ્ટેશન ખાતે હીરાપન્ના શોપિંગ માં આવેલ હોટલ ના તાળા તોડી હજારો ના મુદ્દામાલ ની ચોરી થતા ચકચાર મચી હતી……

ProudOfGujarat

લીંબડી રાજકોટ હાઇવે પરથી સર્કિટ હાઉસ નજીકથી 1.32 લાખના દારૂ સાથે 2 લોકો ને પોલીસે ઝડપાયા અને કાયદેસરની કાર્યવાહી હાથ ધરી

ProudOfGujarat

પંચમહાલ:તલાટીઓની હડતાલનો ત્રીજો દિવસ, સાફસફાઇ હાથ ધરી નોધાવ્યો વિરોધ

ProudOfGujarat

Leave a Comment

error: Content is protected !!