Proud of Gujarat
bharuchCrime & scandalFeaturedGENERAL NEWSGujaratINDIAUncategorized

દહેજ પોલીસ દ્વારા કોન્ટિનેન્ટલ કાર્બન કંપની ખાતે માદક દ્રવ્યો વિરોધી જાગૃતિ સેમિનાર યોજાયો

Share

 

દહેજ :

Advertisement

માદક દ્રવ્યોના દુરુપયોગ અને ગેરકાયદેસર તસ્કરી વિરોધી આંતરરાષ્ટ્રીય દિવસની ઉજવણી નિમિત્તે દહેજ પોલીસ સ્ટેશન દ્વારા ગુરુવારે દહેજ GIDC વિસ્તારમાં આવેલી કોન્ટિનેન્ટલ કાર્બન કંપની ખાતે જાગૃતિ સેમિનારનું આયોજન કરવામાં આવ્યું હતું.

આ સેમિનારનો મુખ્ય હેતુ લોકોમાં માદક દ્રવ્યોના દૂષણ અંગે વ્યાપક જનજાગૃતિ ફેલાવવાનો તેમજ યુવાધનને નશામુક્તિ તરફ પ્રેરિત કરવાનો હતો. કાર્યક્રમ દરમિયાન ઉપસ્થિત કર્મચારીઓ અને નાગરિકોને માદક દ્રવ્યોના સેવનથી થતી ગંભીર હાનિઓ અંગે માહિતગાર કરવામાં આવ્યા હતા.

સેમિનારમાં નશાના કારણે વ્યક્તિ, પરિવાર અને સમાજ પર પડતા નકારાત્મક પ્રભાવ અંગે વિગતવાર માર્ગદર્શન આપવામાં આવ્યું હતું. સાથે જ નશામુક્ત સમાજના નિર્માણ માટે સૌએ સંકલ્પબદ્ધ બની સહકાર આપવા અપીલ કરવામાં આવી હતી.

દહેજ પોલીસે આ પ્રસંગે “નશો છોડો – જીવન જોડો”, “યુવાનોને બચાવો, ભવિષ્યને ઉજ્જવળ બનાવો” અને “નશામુક્ત ભારત – સુરક્ષિત સમાજ” જેવા સૂત્રો દ્વારા જાગૃતિનો સંદેશ આપ્યો હતો.

ઉલ્લેખનીય છે કે દર વર્ષે 26 જૂનના રોજ સંયુક્ત રાષ્ટ્ર દ્વારા International Day Against Drug Abuse and Illicit Trafficking તરીકે આ દિવસ ઉજવવામાં આવે છે, જેનો મુખ્ય હેતુ માદક દ્રવ્યોના દૂષણ સામે વૈશ્વિક સ્તરે જનજાગૃતિ લાવવાનો છે.


Share

Related posts

ઝઘડિયા મુકામે શ્રી શબરીમા સમન્વય ચેરિટેબલ ટ્રસ્ટ દ્વારા વસાવા સમાજનો સમુહ લગ્નોત્સવ યોજાયો

ProudOfGujarat

વલસાડમાં વરસાદનું આગમન “તંત્ર “ની ખુલી પોલ

ProudOfGujarat

આગામી તહેવારોને લઈને બન્ને કોમના આગેવાનો સાથે શાંતિ સમિતિની બેઠક : ભરૂચ A ડિવિઝન પોલીસ મથકે યોજાયેલી બેઠકમાં તહેવારો શાંતિપૂર્ણ રીતે ઉજવવા વિવિધ સૂચનો અપાયા

ProudOfGujarat

Leave a Comment

error: Content is protected !!