Proud of Gujarat
bharuchCrime & scandalFeaturedGENERAL NEWSGujaratINDIAUncategorized

હજ પઢવા જનારા પિતા-પુત્રને આપેલાં 2 લાખ રૂપિયા કબાટના લોકરમાં મુક્યાં ને કામવાળી ચોરી ગઇ : ભરૂચના જંબુસર રોડ પર શમા પાર્ક સોસાયટીમાં બનેલી ઘટના

Share

ભરૂચ.
ભરૂચ શહેરના જંબુસર રોડ પર આવેલી શમા પાર્ક સોસાયટીમાં રહેતાં મહમદ અનીશ મુસા પટેલ મુન્શી કોમ્પલેક્ષમાં પટેલ લેબોરેટરી નામની દુકાન ધરાવે છે. તેમના પિતા મુસા ગુલામ પટેલ કંથારિયા ગામની અંજમને તાલીમ હાઇસ્કૂલમાંથી રિટાયર્ડ થયાં હતાં. હાલમાં તેમના પિતા તેમજ પુત્ર અમાનને હજ પઢવા માટે સાઉદી અરેબિયા જવાનું હોઇ તેમણે તેમની બચતમાંથી 2 લાખ રૂપિયા 12 મેના રોજ તેમના પિતાને આપતાં તેમણે તે રૂપિયા તેમના લાકડાના કબાટની અંદર આવેલાં લોકરમાં મુકી તાળું માર્યું હતું. તેમજતેની ચાવી બીજા ખાનામાં મુકી હતી. દરમિયાનમાં 9 જૂલાઇએ તેમણે તેમના પિતા પાસે તે રૂપિયા કામ અર્થે પરત માંગતાં તેમણે કબાટ ખોલતાં તે મળી આવ્યાં ન હતાં. તેઓએ ઘરના તમામ સભ્યોને પુછતાં તેઓએ કોઇએ પણ રૂપિયા લીધા ન હોવાનું માલુમ પડ્યું હતું. અરસમાં તેમના ત્યાં છેલ્લાં એક વર્ષથી કામ કરવા માટે આવતી ફરજાના મુબારક પટેલ (રહે. આશિયાના સોસાયટી, શેરપુરા) પર તેમને શંકા જતાં તેઓએ તેના પર દબાણ કરી પુછપરછ કરતાં તેણે ચોરીની કબુલાત કરી હતી. તેમજ તે રૂપિયા વપરાઇ ગયાં હોવાની કેફિયત તેણે રજૂ કરી હતી. જોકે, તેણે થોડા દિવસમાં રૂપિયા આપી દેવાની કબુલાત કરી હતી. પરંતુ આજ દિન સુધી તેણે રૂપિયા પરત નહીં કરતાં આખરે તેમણે ઘટનાને પગલે ભરૂચ બી ડીવિઝન પોલીસ મથકે ફરિયાદ નોંધાવી હતી. પોલીસે ગુનો નોંધી આગળની કાર્યવાહી હાથ ધરી છે.

Share

Related posts

સુરત-ઓલપાડ તાલુકામાં દારૂના ધંધામાં પુરુષ કરતા મહિલા ત્રણ ગણી વધુ

ProudOfGujarat

ગણેશ મહોત્સવમાં શાંતિ જળવાય તે માટે ભરૂચ જિલ્લામાં 8 પ્રકારના કૃત્યો પર પ્રતિબંધ : અધિક જિલ્લા મેજિસ્ટ્રેટનું જાહેરનામુંઃ રંગ-પાઉડર ઉડાડવા, ધાર્મિક લાગણી દુભાવતાં ગીતો વગાડવા અને ટ્રાફિકને અડચણરૂપ શોભાયાત્રા પર મનાઈ

ProudOfGujarat

ભરૂચ જિલ્લાના પાલેજ ખાતે દાવતે ઇસ્લામી દ્વારા નમાઝ પ્રશિક્ષણ માટે સાત દિવસીય સેમિનાર યોજાશે.

ProudOfGujarat

Leave a Comment

error: Content is protected !!