Proud of Gujarat
bharuchCrime & scandalFeaturedGENERAL NEWSGujaratINDIAUncategorized

ચીખલી તાલુકા કક્ષાની SGFI એથ્લેટિક્સમાં મોડેલ ડે સ્કૂલના ખેલાડીઓનો સુવર્ણ દેખાવ : દોડથી લઈને ગોળાફેંક સુધી અનેક સ્પર્ધામાં પ્રથમ સ્થાન મેળવી જિલ્લા કક્ષાએ પસંદગી

Share

 

ચીખલી તાલુકા કક્ષાની SGFI શાળાકીય રમતોત્સવ-2026 અંતર્ગત એથ્લેટિક્સ સ્પર્ધાનું આયોજન ભરાડા પ્રાથમિક શાળાના મેદાન ખાતે કરવામાં આવ્યું હતું. આ સ્પર્ધામાં મોડેલ ડે સ્કૂલ, ચીખલીના વિદ્યાર્થીઓએ ઉત્કૃષ્ટ રમતકૌશલ્યનું પ્રદર્શન કરીને વિવિધ ઇવેન્ટમાં અનેક પ્રથમ અને દ્વિતીય ક્રમ પ્રાપ્ત કર્યા હતા. વિદ્યાર્થીઓની આ સિદ્ધિથી શાળા તેમજ તાલુકાનું ગૌરવ વધ્યું છે.

Advertisement

અંડર-17 વિભાગમાં ગુલાબકુમાર રમેશભાઈ વસાવાએ 100 મીટર દોડમાં પ્રથમ, સાહિલકુમાર અશ્વિનભાઈ વસાવાએ 800 મીટર દોડમાં પ્રથમ તેમજ પ્રિયાંશકુમાર રાકેશભાઈ વસાવાએ 1500 મીટર દોડમાં પ્રથમ સ્થાન પ્રાપ્ત કર્યું હતું.

પ્રીતિકાબેન સુરેશભાઈ વસાવાએ ગોળાફેંક અને ચક્રફેંક એમ બંને સ્પર્ધામાં પ્રથમ સ્થાન મેળવી શાનદાર દેખાવ કર્યો હતો. પ્રિયાંશીબેન સંજયભાઈ વસાવાએ ગોળાફેંકમાં દ્વિતીય સ્થાન મેળવ્યું હતું, જ્યારે આર્તિકાબેન દીવાનજીભાઈએ 100 મીટર દોડમાં પ્રથમ સ્થાન હાંસલ કર્યું હતું.

અર્ચનાબેન જીતેન્દ્રભાઈ વસાવાએ 1500 મીટર દોડમાં પ્રથમ તથા લાંબી કૂદમાં દ્વિતીય સ્થાન મેળવ્યું હતું. પ્રિયાબેન રાજેન્દ્રભાઈ વસાવાએ 800 મીટર દોડમાં પ્રથમ સ્થાન મેળવી શાળાના વિજયમાં વધુ એક સિદ્ધિ ઉમેરેલી હતી.

અંડર-14 વિભાગમાં પ્રિયાંશીબેન ઈલેશભાઈ વસાવાએ લાંબી કૂદ સ્પર્ધામાં દ્વિતીય સ્થાન મેળવી નોંધપાત્ર સફળતા પ્રાપ્ત કરી હતી.

આ તમામ ખેલાડીઓએ શાળાના આચાર્ય સુરેન્દ્રભાઈ એસ. વસાવા તેમજ શિક્ષકમંડળના માર્ગદર્શન હેઠળ નિયમિત તાલીમ અને અથાક મહેનતના બળે આ સિદ્ધિ મેળવી છે. વિદ્યાર્થીઓની સફળતા બદલ શાળા પરિવાર દ્વારા તમામ વિજેતા ખેલાડીઓને અભિનંદન પાઠવવામાં આવ્યા હતા તેમજ આગામી જિલ્લા કક્ષાની સ્પર્ધાઓમાં પણ શ્રેષ્ઠ પ્રદર્શન માટે શુભેચ્છાઓ વ્યક્ત કરવામાં આવી હતી.


Share

Related posts

ભરૂચ ના બાયપાસ ચોકડી વિસ્તાર માં આવેલ સાકુંતલ એપાર્ટમેન પાસે પાર્ક કરેલ હાઇવા ટ્રક ની ચોરી થતા ખળભળાટ વ્યાપી જવા પામ્યો હતો

ProudOfGujarat

ભરૂચના શક્તિનાથ મહાદેવના પટાંગણમાં સમન્વય ચેરીટેબલ ટ્રસ્ટ દ્વારા રામચરિત માનસ કથાનું આયોજન કરાયું

ProudOfGujarat

ગોધરા લધુમતી મોરચા દ્વારા મોદીના જન્મદિવસની ઉજવણી નિમિત્તે રકતદાન શિબીર યોજાઈ.

ProudOfGujarat

Leave a Comment

error: Content is protected !!