Proud of Gujarat
bharuchCrime & scandalFeaturedGENERAL NEWSGujaratINDIAUncategorized

ભરૂચમાં રિક્ષામાં ભુલાયેલું મહિલાનું પર્સ પોલીસની મદદથી પરત મળ્યું : રિક્ષા ચાલકને સફાઈ દરમિયાન પર્સ મળ્યું, એસોસિએશન પ્રમુખ મારફતે એ ડિવિઝન પોલીસને જાણ કરી; ચાંદીની પાયલ સહિતના દાગીના પરત અપાયા

Share

 

ભરૂચ: ભરૂચમાં રિક્ષામાં મુસાફરી દરમિયાન મહિલા પોતાનું લેડિસ પર્સ ભૂલી જતાં બે દિવસ બાદ પોલીસની મદદથી પર્સ પરત મળ્યું હતું. પર્સમાં ચાંદીની પાયલ સહિતના દાગીના હોવાથી મહિલાને મોટી રાહત થઈ હતી.

Advertisement

મળતી માહિતી મુજબ, બે દિવસ અગાઉ એક મહિલા મુસાફર પાંચબત્તીથી ઝાડેશ્વર જવા માટે રિક્ષામાં બેઠી હતી. મુસાફરી પૂર્ણ કર્યા બાદ મહિલા ઉતરી ગઈ હતી, પરંતુ ઉતાવળમાં પોતાનું લેડિસ પર્સ રિક્ષામાં જ ભૂલી ગઈ હતી. બીજી તરફ રિક્ષા ચાલક પણ બે દિવસ અન્ય ગાડી પર ડ્રાઇવર તરીકે ઉજ્જૈન ગયો હતો.

ઉજ્જૈનથી પરત ફર્યા બાદ રિક્ષા ચાલક રિક્ષાની સફાઈ કરી રહ્યો હતો. દરમિયાન રિક્ષામાંથી મહિલાનું પર્સ મળી આવ્યું હતું. પર્સમાં દાગીના સહિતની વસ્તુઓ હોવાથી રિક્ષા ચાલકે પ્રામાણિકતા દાખવી પર્સ રિક્ષા એસોસિએશનના પ્રમુખને સોંપી દીધું હતું.

આ અંગે રિક્ષા એસોસિએશનના પ્રમુખે તાત્કાલિક એ ડિવિઝન પોલીસને જાણ કરી હતી. પોલીસે પર્સમાં રહેલી વિગતો અને અન્ય માહિતીના આધારે મહિલા મુસાફરના સગડ મેળવી તેમને પોલીસ મથકે બોલાવી પર્સ પરત અપાવ્યું હતું.

મહિલાને પર્સ પરત મળતાં તેમણે પોલીસ, રિક્ષા એસોસિએશનના પ્રમુખ તેમજ પ્રામાણિકતા દાખવનાર રિક્ષા ચાલકનો આભાર માન્યો હતો. સમગ્ર ઘટનામાં રિક્ષા ચાલકે પર્સ પોતાના કબજામાં રાખવાને બદલે એસોસિએશનને સોંપી પ્રામાણિકતાનું ઉદાહરણ પૂરું પાડ્યું હતું.


Share

Related posts

અંકલેશ્વરના સુરવાડી બ્રિજ પર કાર ચાલકે ટક્કર મારતા બાઇક સવાર બે ઈસમો બ્રિજ નીચે પટકાયા, એકનું મોત અન્ય એક ઘાયલ.

ProudOfGujarat

ભરૂચ જન શિક્ષણ સંસ્થાન દ્વારા “સ્વચ્છતા હી સેવા” અંતર્ગત ભરૂચ અને હાંસોટ ખાતે ૧ કલાક સ્વચ્છતા માટે શ્રમદાન કર્યુ..

ProudOfGujarat

ભરૂચના ડભોઇવાડ વિસ્તારમાં ૯૦ વર્ષ જુનું શિવજીના મંદિરનુ ભૂમિપૂજન કરાયું.

ProudOfGujarat

Leave a Comment

error: Content is protected !!