Proud of Gujarat
bharuchCrime & scandalFeaturedGENERAL NEWSGujaratINDIAUncategorized

અંકલેશ્વરની સનાતન ઈન્ટરનેશનલ સ્કૂલ ખાતે ‘સક્ષમ કિશોરી’ પુસ્તકનું વિમોચન :  રાજ્યપાલ આચાર્ય દેવવ્રતજીના હસ્તે પુસ્તકનું વિમોચન, કિશોરીઓના સશક્તિકરણ અને સર્વાંગી વિકાસ પર ભાર

Share

 

ભરૂચ. : અંકલેશ્વરની સનાતન ઈન્ટરનેશનલ સ્કૂલ ખાતે વિદ્યા ભારતી ગુજરાત પ્રદેશ અને સનાતન ઈન્ટરનેશનલ એકેડમીના સંયુક્ત ઉપક્રમે ‘સક્ષમ કિશોરી’ પુસ્તક વિમોચન કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું. રાજ્યપાલ આચાર્ય દેવવ્રતજીના હસ્તે પુસ્તકનું વિમોચન કરવામાં આવ્યું હતું.

Advertisement

કિશોરીઓમાં આત્મવિશ્વાસ, જાગૃતિ, સંસ્કાર અને સશક્તિકરણની ભાવના વિકસે તથા તેમનો સર્વાંગી વિકાસ થાય તે હેતુથી ‘સક્ષમ કિશોરી’ પુસ્તક તૈયાર કરવામાં આવ્યું હોવાનું કાર્યક્રમ દરમિયાન જણાવાયું હતું.

કાર્યક્રમમાં ભરૂચ જિલ્લા કલેકટર નવનાથ ગવહાણે, ભરૂચ જિલ્લા પોલીસ અધિક્ષક અક્ષય રાજ, ભરૂચના ધારાસભ્ય રમેશભાઈ મિસ્ત્રી, સનાતન ઈન્ટરનેશનલ સ્કૂલના સંપાદક એલ.બી. પાંડે તેમજ ‘સક્ષમ કિશોરી’ પુસ્તકના લેખક અમિતા જૈન સહિતના મહાનુભાવો ઉપસ્થિત રહ્યા હતા.

આ ઉપરાંત શાળાના શિક્ષકગણ અને મોટી સંખ્યામાં વિદ્યાર્થીઓ પણ કાર્યક્રમમાં જોડાયા હતા. રાજ્યપાલ આચાર્ય દેવવ્રતજીના હસ્તે પુસ્તકનું વિમોચન થતાં ઉપસ્થિતોમાં વિશેષ ઉત્સાહ જોવા મળ્યો હતો.

કાર્યક્રમ દરમિયાન કિશોરીઓને શિક્ષણ, સંસ્કાર, આત્મવિશ્વાસ અને જાગૃતિના માધ્યમથી સશક્ત બનાવવાની જરૂરિયાત પર ભાર મૂકવામાં આવ્યો હતો. ‘સક્ષમ કિશોરી’ પુસ્તક આ દિશામાં માર્ગદર્શક બની રહેશે તેવી આશા વ્યક્ત કરવામાં આવી હતી.


Share

Related posts

નવરાત્રિના દિવસોમાં સૌરાષ્ટ્ર અને દક્ષિણ ગુજરાતમાં વરસાદની શક્યતા: હવામાન વિભાગ

ProudOfGujarat

પાલેજ નગર સહિત પંથકમાં મુસ્લિમ સમાજ દ્વારા ઇદે મિલાદ પર્વની ભવ્ય ઉજવણી, ઝુલુસે મુહમ્મદીનું ભવ્ય આયોજન કરાયું

ProudOfGujarat

રાજ કુંદ્રાને કોર્ટે કર્યો જેલ ભેગો: 14 દિવસની ન્યાયિક કસ્ટડી

ProudOfGujarat

Leave a Comment

error: Content is protected !!