Proud of Gujarat
bharuchCrime & scandalFeaturedGENERAL NEWSGujaratINDIAUncategorized

‘સેવાનો રંગ રાષ્ટ્રના સંગ’ અંતર્ગત ભરૂચમાં રંગોળી સ્પર્ધા યોજાઈ :  દેશપ્રેમ, રાષ્ટ્રભાવના અને સેવા ભાવનાના સંદેશ સાથે કલાકારોએ રંગોળીઓમાં સર્જનાત્મકતા દર્શાવી

Share

 

ભરૂચ :

Advertisement

ગુજરાત સરકારના રમતગમત, યુવા અને સાંસ્કૃતિક પ્રવૃત્તિઓ વિભાગ, ગાંધીનગર દ્વારા આયોજિત તથા જિલ્લા વહીવટી તંત્ર, ભરૂચના સંચાલન હેઠળ ‘સેવાનો રંગ રાષ્ટ્રના સંગ’ કાર્યક્રમ અંતર્ગત ભરૂચના ડિસ્ટ્રિક્ટ સ્પોર્ટ્સ કોમ્પ્લેક્સ, કાળી તલાવડી ખાતે રંગોળી સ્પર્ધા યોજાઈ હતી.

સ્પર્ધામાં વિવિધ સ્પર્ધકોએ રંગોના માધ્યમથી દેશપ્રેમ, રાષ્ટ્રભાવના, સેવા, સામાજિક એકતા અને ભારતીય સંસ્કૃતિને ઉજાગર કરતી સુંદર અને આકર્ષક રંગોળીઓ તૈયાર કરી હતી. વિવિધ રંગો અને કલાત્મક કૌશલ્યથી તૈયાર થયેલી રંગોળીઓ ઉપસ્થિત લોકોમાં આકર્ષણનું કેન્દ્ર બની હતી.

‘સેવાનો રંગ રાષ્ટ્રના સંગ’ના સંદેશને સાર્થક કરતી રંગોળીઓમાં દેશની એકતા, રાષ્ટ્રપ્રેમ, સેવા ભાવના તેમજ સામાજિક જાગૃતિના વિવિધ સંદેશો સર્જનાત્મક રીતે રજૂ કરવામાં આવ્યા હતા.

આ કાર્યક્રમનો મુખ્ય ઉદ્દેશ્ય નાગરિકો અને યુવાનોમાં રાષ્ટ્રપ્રેમ, સેવા ભાવના, સામાજિક એકતા તથા સાંસ્કૃતિક જાગૃતિની ભાવનાને પ્રોત્સાહન આપવાનો હતો. રંગોળી જેવી પરંપરાગત ભારતીય કલાના માધ્યમથી સર્જનાત્મક અભિવ્યક્તિ માટે પણ સહભાગીઓને મંચ મળ્યો હતો.


Share

Related posts

રાજપીપળાના સંગીતકાર શિવરામ પરમારે રેડીયો યુનિટી 90 એફએમ ની મુલાકાત લીધી.

ProudOfGujarat

રાજપીપળા : ગરુડેશ્વરનાં એકલવ્ય મોડલ સ્કૂલની અંદર કોરોના કેર સેન્ટરનાં કોરોના પોઝિટિવ દર્દીઓ બહાર રખડતા લોકોમાં ભય.

ProudOfGujarat

હાલ સુરેન્દ્રનગર જીલ્લામાં આવેલ ટ્રસ્ટ સંચાલિત તેમજ સરકારી શાળામાં વિદ્યાર્થીઓ સાથે ભ્રષ્ટાચાર

ProudOfGujarat

Leave a Comment

error: Content is protected !!