Proud of Gujarat
bharuchCrime & scandalFeaturedGENERAL NEWSGujaratINDIAUncategorized

ઝંખવાવમાં જમીન સંપાદન સામે ખેડૂતોનો ઉગ્ર આક્રોશ: કલેક્ટરને આવેદનપત્ર પાઠવી ૧ મહિનામાં ઉકેલ ન આવે તો ધરણાની ચીમકી

Share

વાંકલ :
સુરત જિલ્લાના માંગરોળ તાલુકાના ઝંખવાવ ગામના મિશન ફળિયાના અસરગ્રસ્ત ખેડૂતો દ્વારા પોતાની આજીવિકા અને મકાનો બચાવવા માટે સુરત જિલ્લા કલેક્ટરને સંબોધીને એક ઉગ્ર આવેદનપત્ર પાઠવવામાં આવ્યું છે. ગામમાંથી પસાર થનાર નેશનલ હાઇવે-૫૬ બાયપાસ રોડ, કોસંબા-ઉમરપાડા રેલવેલાઇન, જેટકોના વીજટાવર તથા સોલર અંડરગ્રાઉન્ડ વીજ લાઇન જેવા વિવિધ સરકારી પ્રોજેક્ટો માટે ગામની ફળદ્રુપ જમીન સંપાદિત કરવાની ચાલી રહેલી પ્રક્રિયા સામે ખેડૂતોએ સખત વિરોધ નોંધાવ્યો છે.

ખેડૂતોના જણાવ્યા અનુસાર, આશરે ૬.૫ હેક્ટર જમીન સંપાદિત થવાથી મિશન ફળિયાના ૨૩ પરિવારોના ૯૩ જેટલા સભ્યોની મુખ્ય ખેતી અને પશુપાલનની આજીવિકા છીનવાઈ જશે. આ ઉપરાંત, જમીન પર આવેલા ૧૭ રહેણાંક મકાનો પણ વિસ્થાપિત થઈ જશે, જેના કારણે આ પરિવારો સામે ગંભીર મુશ્કેલી ઊભી થઈ છે.

Advertisement

ખેડૂતોએ પોતાની વ્યથા ઠાલવતા જણાવ્યું હતું કે ભૂતકાળમાં પણ અગાઉ છ જેટલી વખત વિવિધ સરકારી કામો માટે તેમની જ જમીનનો ઉપયોગ કરવામાં આવ્યો છે. આ વિસ્તાર અનુસૂચિ હેઠળ ‘પેસા કાનૂન-૧૯૯૬’માં આવતો હોવાથી જમીન સંપાદન એ આખરી ઉપાય હોવો જોઈએ. આ ઉપરાંત, ગ્રામસભા દ્વારા આ તમામ પ્રોજેક્ટ્સ માટે જમીન નહીં આપવા અંગે અલગ-અલગ ૬ જેટલા વિરોધ ઠરાવો પણ પસાર કરવામાં આવ્યા હોવાનો ઉલ્લેખ આવેદનપત્રમાં કરાયો છે.

અસરગ્રસ્ત ખેડૂતો જીતેશભાઈ ચૌધરી, વસંતભાઇ ચૌધરી અને રણજીતભાઈ ચૌધરી સહિતના ગ્રામજનોએ સ્પષ્ટ માંગ કરી છે કે આ તમામ સંપાદનો તાત્કાલિક રદ કરવામાં આવે. જો આગામી એક માસમાં વહીવટી તંત્ર દ્વારા આ અંગે યોગ્ય નિર્ણય લેવામાં નહીં આવે, તો તમામ અસરગ્રસ્ત ખેડૂતો દ્વારા અનિશ્ચિત મુદતના ધરણા પર બેસવાની કડક ચીમકી ઉચ્ચારવામાં આવી છે.


Share

Related posts

ભરૂચમાં પાંચ દિવસથી વરસાદ નહીં : જીલ્લાવાસીઓ ચાતક નજરે જોઈ રહ્યા છે મેઘરાજાની રાહ.

ProudOfGujarat

ભરૂચ ચાવજ રેલ્વે ફાટક નજીક યુવક-યુવતી એ આપઘાત કરતા ખળભળાટ-યુવક સુરત ની એક શાળા માં સ્પોર્ટ શિક્ષક હોવાનું પ્રાથમિક જાણકારી મળી…..

ProudOfGujarat

વડોદરાનાં વઢવાણાને કાંઠે શિયાળો માણવા અંદાજે 163 જેટલી પ્રજાતિઓના 95 હજારથી વધુ પક્ષી આવ્યા.

ProudOfGujarat

Leave a Comment

error: Content is protected !!