Proud of Gujarat
INDIAFeaturedGujarat

કોરોના મહામારીનાં પગલે ભરૂચ જીલ્લામાં આર્યુર્વેદિક દવાઓની વધેલ માંગણીને કારણે કેટલીક દવાઓની બજારમાં તંગી.

Share

હાલ ભરૂચ જીલ્લામાં કોરોના મહામારીનો યુગ ચાલી રહ્યો છે ત્યારે લોકોનાં મગજમાં કોરોનાનાં ભયનાં પગલે વિવિધ આર્યુર્વેદિક દવાઓનું ધૂમ વેચાણ થઈ રહ્યું છે. લોકો એમ માની રહ્યા છે કે અન્ય દવાઓ કદાચ શરીરને નુકસાન પહોંચાડે પરંતુ આવી દવા નિર્દોષ હોવાથી શરીરને નુકસાન પહોંચાડતી નથી. એવી માન્યતાનાં પગલે લોકો હવે આવી દવા તરફ વળ્યા છે. જેમાં ગિલોય, સુદર્શન, ધનવટી, આરોગ્યવર્ધની વટી, આમળા તેમજ વિવિધ જાતનાં રોગપ્રતિકારક શક્તિ વધારતા ચવનપ્રાશ તેમજ આર્યુર્વેદિક ઉકાળાનો સમાવેશ થાય છે. અચાનક આર્યુર્વેદિક દવાઓની માંગમાં ઉછાળો આવતા ભરૂચ જીલ્લાનાં બજારોમાં કેટલીક આર્યુર્વેદિક દવાઓ ખૂટી પડી છે ત્યારે કંપનીઓ દ્વારા હવે વધુને વધુ આર્યુર્વેદિક દવાનાં ઓર્ડર ભરૂચ જિલ્લામાંથી મળતા હોવાના અહેવાલો સાંપડી રહ્યા છે.

Advertisement

Share

Related posts

દહેજ ઘોઘો ફેરી સર્વિસ પુનઃ શરુ …

ProudOfGujarat

ભરૂચ-વરસાદી વાતાવરણ વચ્ચે બે અલગ અલગ સ્થળે મકાન ધરાસાઈ થવાની ઘટના-સદનસીબે કોઈ જાનહાની નહિ

ProudOfGujarat

ઝઘડીયા GIDC ની ConAgra food કંપનીમાં પગાર વધારો મુદ્દે કામદારોની હડતાળ.

ProudOfGujarat

Leave a Comment

error: Content is protected !!