Proud of Gujarat
FeaturedGujaratINDIA

ભરૂચ પોલીસે જાહેરનામાની કરેલ કડક અમલવારી. જાણો કેટલો દંડ વસૂલ કરવામાં આવ્યો.

Share

કોરોના મહામારીનાં પગલે ભરૂચ જીલ્લામાં વધતાં જતાં કોરોનાનાં કેસો અંગે ભરૂચ જીલ્લા કલેકટર દ્વારા સવારે 7 થી બપોરનાં 4 વાગ્યા સુધી દુકાનો ખુલ્લી રાખવા અંગે જાહેરનામુ બહાર પાડવામાં આવ્યું છે. ત્યારે જીલ્લા પોલીસવડા રાજેન્દ્રસિંહ ચુડાસમા દ્વારા આ જાહેરનામાની અમલવારી કડક રીતે કરવામાં આવી છે. જેમ કે વિતેલા ચોવીસ કલાક દરમ્યાન જાહેરનામાનાં ભંગ અંગે 40 ગુનાઓ દાખલ કરવામાં આવ્યા છે. જેમાં 41 લોકોની ધરપકડ કરવામાં આવેલ છે. બિનજરૂરી ફરતા લોકો સામે કાર્યવાહી કરી 57 વાહનો ડિટેઇન કરવામાં આવેલ છે. ભરૂચમાં જાહેર સ્થળો, ફરજના સ્થળો અને પરિવહન વકહતે માસ્ક ન પહેરવા અંગે અને જાહેરમાં થૂંકવા બાબતે કુલ 651 વ્યક્તિઓ પાસેથી કુલ 1.30 લાખ રૂપિયાનો દંડ વસૂલ કરવામાં આવેલ છે.

Advertisement

Share

Related posts

વાગરાના ચાંચવેલ આંબુવાડી ગ્રાઉન્ડ નજીક નહેરમાં મગર દેખાતા સ્થાનિકોમાં ભયનો માહોલ

ProudOfGujarat

ભરૂચ આહીર સમાજ દ્વારા રંગુન જનરલ હોસ્પિટલમાં કોવિડ-19 ની સારવાર હંગામી ધોરણે શરૂ કરવામાં આવશે.

ProudOfGujarat

ભરૂચ : ધારાસભ્યો ખરીદવા વાળા કયારે વેન્ટિલેટર, ઓક્સિજન, એમ્બ્યુલન્સ પણ ખરીદી કરો, ધારાસભ્ય છોટુ વસાવાનાં પ્રહાર…

ProudOfGujarat

Leave a Comment

error: Content is protected !!