Proud of Gujarat
GujaratFeaturedINDIA

ભરૂચ તાલુકાનાં ટંકારિયામાં શાંતિ સમિતિની બેઠક યોજાઈ.

Share

મુસ્લિમ સંપ્રદાયનાં આગામી ઈદુલ અઝહાના પર્વ પ્રસંગે ભરૂચ તાલુકાનાં ટંકારીયા ગ્રામ પંચાયતના ભવનમાં પોલીસ ઇન્સ્પેક્ટર બી.પી.રજ્યાની અધ્યક્ષતામાં શાંતિ સમિતિની બેઠક યોજાઈ હતી. આગામી ઈદનું પર્વ હાલ ચાલી રહેલી કોરોના મહામારી વચ્ચે સરકારની માર્ગદર્શિકા મુજબ ઉજવણી કરવા પોલીસ ઇન્સ્પેક્ટરે ખાસ અનુરોધ કર્યો હતો. સરકારની માર્ગદર્શિકા મુજબ સોશ્યલ ડિસ્ટન્સ, માસ્ક તેમજ અન્ય જે નિયમો દર્શાવેલા છે તે મુજબ ઈદની ઉજવણી કરવા અનુરોધ કરાયો હતો. આયોજિત શાંતિ સમિતિની બેઠકમાં કાર્યકારી સરપંચ મુમતાઝબેન લાલન તથા ગામના આગેવાનો અને ગામલોકો મોટી સંખ્યામાં હાજર રહ્યા હતા.

ઇમરાન ઐયુબ મોદી-પાલેજ

Advertisement

Share

Related posts

નડિયાદ : કેન્દ્રીય સંચાર રાજ્ય મંત્રી દેવુસિંહ ચૌહાણ પ્રાયોજિત સાંસદ ખેલ સ્પર્ધા ૨૦૨૩ નું સમાપન

ProudOfGujarat

લાંબા સમયથી નવી ઔધોગિક નીતિની જાહેરાતની રાહ જોવાઈ રહી હતી જેની આજે મુખ્યમંત્રી દ્વારા જાહેરાત થતા અંકલેશ્વર પાનોલી સહિતના રાજ્યના અન્ય ઉદ્યોગકારોમાં આનંદ ની લાગણી ફેલાઇ છે.

ProudOfGujarat

SRF ફાઉન્ડેશન દ્વારા નેત્રંગ તાલુકાની 19 શાળાઓમાં FLN માટે સ્ટેશનરી વસ્તુઓ આપી

ProudOfGujarat

Leave a Comment

error: Content is protected !!