Proud of Gujarat
FeaturedGujaratINDIA

ભરૂચ : નર્મદા નદીની સપાટી ગોલ્ડન બ્રિજ ખાતે 34.44 પર સ્થિર થતાં લોકોએ હાશકારાની લાગણી અનુભવી.

Share

સરદાર સરોવર ડેમમાંથી પાણી છોડવામાં આવતા ભરૂચ નજીક ગોલ્ડન બ્રિજ ખાતે નર્મદા નદીની સપાટી સતત વધી રહી હતી. ગોલ્ડન બ્રિજ ખાતે નર્મદા નદીની એલર્ટની સપાટી 22 ફૂટ અને 24 ફૂટની ભયજનક સપાટી હોવાથી તે વટાવતા ભરૂચ જીલ્લાનાં લોકો, વહીવટીતંત્ર અને રાજય સ્તર સુધી તમામનું ધ્યાન નર્મદા નદીની સપાટી પર કેન્દ્રિત થયું હતું. તેવામાં રાત્રિના 12 વાગ્યે નર્મદા નદીની સપાટી 34.96 ફૂટ થઈ હતી. તેથી 35 ફૂટ સપાટી થતાં અટકી હતી. ત્યારબાદ સપાટીમાં થોડો ઘટાડો થયો હતો. આજે સવારે 6 કલાકે નર્મદા નદીની સપાટી 34.77, 8 કલાકે 34.44 અને 10 વાગ્યે 34.44 સ્થિર રહી હતી તેથી હવે સપાટી વધે તેની સંભાવના ઓછી હોવાનું તંત્રએ જણાવ્યુ હતું. તેમ છતાં તંત્રએ હજીપણ પણ સપાટીમાં વધઘટ ચાલુ રહે તેવી સંભાવના છે તેમ કહ્યું હતું.

Advertisement

Share

Related posts

વડોદરા : 108 ના સેન્ટર હાઉસ ખાતે ઇમરજન્સી 108 ના હેડની શુભેચ્છા મુલાકાત.

ProudOfGujarat

લીંબડી તાલુકાના ભથાણ ગામે એક સાથે 20 થી વધુ કમળાના કેસ સામે આવતાં તંત્ર દોડતું થયું.

ProudOfGujarat

ભરૂચના ગૂગલ બોય તરીકે જાણીતા અનય સિંગે 7 વર્ષમાં અનેક વર્લ્ડ રેકોર્ડ પોતાના નામે કર્યા.

ProudOfGujarat

Leave a Comment

error: Content is protected !!