Proud of Gujarat
GujaratFeaturedINDIA

ભરૂચ જિલ્લા કોંગ્રેસ એસ.સી સેલએ જીલ્લા કલેકટરને આવેદનપત્ર પાઠવી દલિતો પર થતા અત્યાચાર અંગે રજુઆત કરી.

Share

તાજેતરમાં ઉત્તરપ્રદેશનાં હાથરસમાં દલિત દીકરી પર અત્યાચાર, ગેંગરેપ અને હત્યાનો બનાવ બન્યો તે સાથેસાથે દેશનાં અન્ય વિસ્તારોમાં પણ દલિતો પર અત્યાચાર અને બળાત્કારનાં બનાવો બની રહ્યા છે. ત્યારે કચ્છમાં વકીલ દેવજીભાઇ મહેશ્વરીની હત્યા કરવામાં આવી હતી. આવા તમામ બનાવોને ભરૂચ જીલ્લા કોંગ્રેસ એસ.સી.એલ એ વખોડી નાંખ્યા હતા. તેમજ આ બનાવ અંગે વધુ તપાસ કરી ગુનેગારોને કડક સજા કરવાની માંગ સાથેનું આવેદનપત્ર ભરૂચ જીલ્લા કલેકટરને ભરૂચ જીલ્લા કોંગ્રેસ એસ.સી.એલ. નાં પ્રમુખ હરેન્દ્રભાઈ ભગતએ આપ્યું હતું. આવેદનપત્ર પાઠવવા કોંગ્રેસી આગેવાનો અને એસ.સી.એસ. નાં હોદ્દેદારો હાજર રહ્યા હતા.

Advertisement

Share

Related posts

બાલ્દા મુખ્ય શાળા ખાતે બારડોલી ટીચર્સ કૉ.ઓપરેટિવ સોસાયટીની વાર્ષિક સાધારણ સભા અને બારડોલી તાલુકા પ્રાથમિક શિક્ષક સંઘનું ત્રિવાર્ષિક અધિવેશન યોજાયું

ProudOfGujarat

ભરૂચ સિટી 108 એમ્બ્યુલન્સ એ ફરી માનવતા મહેકાવી મહિલા તથા બાળકી નો જીવ બચાવ્યો.ચાલુ એમ્બ્યુલન્સ માં થઇ મહિલા ને પ્રસુતિ…….

ProudOfGujarat

સયાજીનગરી એક્સપ્રેસમાં 55 હજારના વિદેશીદારૂ સાથે અંજારના બે બુટલેગર ઝડપાયાં

ProudOfGujarat

Leave a Comment

error: Content is protected !!