Proud of Gujarat
FeaturedGujaratINDIA

ભરૂચમાં સિવિલ હોસ્પિટલ ખાતે આઉટ સોસીંગનાં કર્મચારીઓનું આંદોલન, 3 મહિનાથી પગાર ન થતાં કર્મચારીઓ હડતાળ પર ઉતર્યા.

Share

ભરૂચ સિવિલ હોસ્પિટલમાં ફરજ બજાવતા ૪૨ જેટલા આઉટ સોસીંગનાં કર્મચારીઓને છેલ્લા ૩ મહિનાથી પગાર ન મળતા આખરે કર્મચારીઓએ આંદોલનનો માર્ગ અપનાવ્યો છે, સિવિલનાં કંપાઉન્ડમાં બેસી જઈ કર્મચારીઓએ સૂત્રોચ્ચાર કરી વિરોધ નોંધવાયો છે.

કર્મચારીઓએ તેઓના કોન્ટ્રાકટરો સામે આક્ષેપો કર્યા હતા કે બીલ ચૂકવી દીધા હોવા છતાં કર્મચારીઓને પગાર આપવામાં આવતો નથી જેથી કર્મચારીઓને પોતાના પરિવારનું ગુજરાન ચલાવવામાં તકલીફોનો સામનો કરવો પડી રહ્યો છે. પગારનાં નાણાં ન આવતા કર્મચારીઓનાં પરિવાર સાથે રોજિંદા જીવન પર અસર પડી રહી છે.

ભરૂચ સિવિલ હોસ્પિટલનાં કંપાઉન્ડમાં કર્મચારીઓએ ભેગા થઇ ભારે સૂત્રોચ્ચાર કરી તેઓની માંગણીઓનો વહેલી તકે નિરાકરણ આવે તેવી માંગ ઉચ્ચારી હતી, અને જ્યાં સુધી તેઓના પગારનાં નાણાં નહિ મળે ત્યાં સુધી આંદોલન ચાલુ રાખવાની ચીમકી પણ ઉચ્ચારવામાં આવી હતી.

Advertisement

Share

Related posts

ભરૂચ જીલ્લાનાં વાતાવરણમાં આવ્યો અચાનક પલટો…

ProudOfGujarat

તળાજા મહુવા હાઇવે પર જાગધર નજીક કાર પલ્ટી મારી જતા એક નું મોત ત્રણ ઇજાગ્રસ્ત

ProudOfGujarat

પંચમહાલ : ગોધરાની રાજવી શાહે હોમ લેન્ડ સિક્યુરીટીનાં કોર્ષમાં ડિસ્ટ્રીકશન મેળવી જિલ્લાનું ગૌરવ વધાર્યું.

ProudOfGujarat

Leave a Comment

error: Content is protected !!