Proud of Gujarat
GujaratFeaturedINDIA

ભરૂચ : નાંદ ગામમાં ગેરકાયદેસર રેતી ખનન અને ઓવરલોડ ટ્રકથી થતું નુકસાન અટકાવવાની માંગ સાથે કલેકટરને આવેદન.

Share

ભરૂચ જીલ્લાનાં નાંદ ગામમાં ગેરકાયદેસર થતાં રેતી, માટીનાં ખનનને અટકાવવા અને ઓવરલોડ ટ્રકોથી થતું નુકસાન અટકાવવા આજે ગ્રામજનોને સાથે રાખી કલેકટર સમક્ષ લેખિત આવેદનપત્ર પાઠવી રજૂઆત કરેલ છે.

આ લેખિત પત્રમાં જણાવ્યા અનુસાર નાંદ ગામમાં ગેર કાનૂની રેતી ખનન થાય છે જેનાથી નાંદ ગામની આજુબાજુનાં ગામમાં પીવાનાં પાણીમાં બગાડ આવે છે, ગામમાં નદીનાં પાણીમાંથી રેતી ભરીને ઓવરલોડ ટ્રકોની અવરજવર થાય છે જેનાથી નાંદ ગામનાં રસ્તાઓમાં મોટાપાયે ખાડા ટેકરા પડે છે તેમજ અહી બાળકો શાળાએ જતાં હોય છે જેને પણ આ ભારે ટ્રકો નુકસાન પહોંચાડી શકે છે તેવી ભીતિ સાથે આજે કલેકટર સમક્ષ રજૂઆત કરી છે અને નાંદ ગામમાંથી રેતી ખનનની તથા ઓવરલોડ ટ્રકની સમસ્યા દૂર કરવામાં આવે તેવી માંગણી કરી છે.

Advertisement

Share

Related posts

ઝઘડીયા : શ્રીરામ આલ્કલી એન્ડ કેમિકલ કંપનીમાંથી એચસીએલ ભરેલ ટેન્કરનું મુલદ અને ગોવાલી ગામ વચ્ચે ટાયર ફાટતા ટેન્કર પલટી મારી ગયુ હતું.

ProudOfGujarat

પંચમહાલમાં સાર્વત્રિક મેઘમહેર થતા ખેડૂતો ડાંગરનાં રોપણી કાર્યમાં જોતરાયા.

ProudOfGujarat

અંકલેશ્વર ની આમલખાડી માં મગર દેખાતા આસપાસ ના લોકો માં ભય નો માહોલ

ProudOfGujarat

Leave a Comment

error: Content is protected !!