ભરૂચ શહેર અને જીલ્લા માં રખડતા ભિક્ષુકો અને અસ્થિર મગજ ના લોકો ને વાળ.દાઢી કરી તેઓને નવડાવી ગંદા કપડા બદલી સમાજ માં માનવતા ની મહેક પ્રસરાવી હતી…….જાણો વધુ 

(હારૂન પટેલ) આજ રોજ સવારે ભરૂચ ના કસક વિસ્તાર માં રાજકોટ વેરાવળ શાપર જીલ્લા ના જી એ જા માનવસેવા જીવદયા ના કાર્યકરો દ્વારા ભરૂચ શહેર અને જીલ્લા માં રખડતા ભિક્ષુકો ને વાળ-દાઢી-કરી તેઓ ને નવડાવી ગંદા કપડા બદલી સારા કપડા પહેરાવી સમાજ ના લોકો માં એક માનવતા ની મહેક પ્રસરાવી હતી………..
સામાન્ય રીતે અસ્થિર મગજ ધરાવતા અને ભિક્ષુક જેવા લાગતા લોકો તેઓની મજબૂરી માં કેટલાક રોજિંદા કાર્ય થી વંચિત રહેતા હોય છે ..અને સંઘર્ષ ભર્યા જીવન માં કોઈક ની મદદ મળી રહે તેવી આશા સમાજ ના લોકો પાસે થી અપેક્ષાઓ તેઓના હ્રદય માં રાખતા હોય છે….જે બાબત નકારી શકાય તેમ નથી….
પરંતુ ભરૂચ શહેર અને જીલ્લા માં સેવા ભાવિ સંસ્થાઓ દ્વારા કરવામાં આવતી આ પ્રકાર ની કામગીરીઓ લોકો વચ્ચે અવાર નવાર પ્રસંશા નું કેન્દ્ર બનતી હોય છે…જેમાં રાજકોટ ની વેરાવળ ની જીએજા માનવસેવા જીવ દયા ના કાર્યકરો ની આ પ્રકાર ની પહેલ માનવતા ની મહેક લોકો વચ્ચે પ્રસરાવી રહી છે…………….

LEAVE A REPLY