Proud of Gujarat
FeaturedGujaratINDIA

રાત્રીના અંધારામાં તસ્કરોનો આતંક : ભરૂચના મુઝમ્મીલ પાર્કમાં તસ્કરો ત્રાટકયા, એક ઝડપાયો અન્ય ફરાર.

Share

ભરૂચ જિલ્લામાં દીવસેને દિવસે તસ્કરોનો આતંક વધી રહ્યો હોય તેમ લાગી રહ્યું છે. ભરૂચ, અંકલેશ્વરની સોસાયટી વિસ્તારોમાં રોજ મ રોજ ચોરીઓની ઘટનાઓ સામે આવતી હોય તેવી સ્થિતિનું સર્જન વર્તમાન સમયમાં જોવા મળી રહ્યું છે. તેવામાં હવે ભરૂચના પશ્ચિમ વિસ્તારમાં આવેલ મુઝમ્મીલ પાર્ક સોસાયટી વિસ્તારમાં ચારથી પાંચ તસ્કરો રાત્રીના સમયે લટાર મારતા દેખાતા વિસ્તારમાં ફફડાટ છવાયો છે.

ભરૂચ શહેરના શેરપુરા વિસ્તારને અડીને આવેલા મુઝમ્મીલ પાર્ક વિસ્તારમાં રાત્રીના સમયે સોસાયટીમાં તસ્કરોની દોડધામના દ્રશ્યો સોસાયટીમાં લાગેલ સીસીટીવી કેમેરા કેદ થતા વિસ્તારમાં તસ્કરોના આતંકને લઈ લોકો વચ્ચે ચકચાર મચ્યો છે. રાત્રીના સમયે સોસાયટીના માર્ગો પર રેકી કરી બિન્દાસ અંદાજમાં ફરતા તસ્કરોના ખોફથી પશ્ચિમ વિસ્તારમાં આવેલ જે તે સોસાયટીઓના રહીશોની ઊંઘ હરામ થઈ છે.

Advertisement

ભરૂચના પશ્ચિમ વિસ્તારમાં મનુબર રોડથી લઇ શેરપુરા વિસ્તાર સુધીની રોડ ટચ સોસાયટીઓમાં અવારનવાર તસ્કરો પોતાની કરતૂતોને અંજામ આપવા માટે રાત્રીના સમયે દેખાઈ દેતા હોય છે તો કેટલક બનાવોમાં તો મકાનના નકુચા તોડી ચોરીઓની ઘટનાને પણ અંજામ આપતા હોય છે. તેવામાં વધુ એકવાર મુઝમ્મીલ પાર્ક સોસાયટીમાં તસ્કરોએ દેખાઈ દીધી હોવાના સીસીટીવી ફૂટેજ વાયરલ થયા છે. જેમાં સોસાયટીમાં લટાર મારતા તસ્કરો નજરે પડી રહ્યા છે.

ઘટનામાં ચોરીને અંજામ આપે તે પહેલાં જ એક તસ્કર મકાનના ધાબા પરથી નીચે પડતા સોસાયટીના રહીશોના ટોળા ભેગા થયા હતા જ્યાં એક તસ્કરને લોકોએ ઝડપી પાડી તેને ભરૂચ બી ડીવીઝન પોલીસને હવાલે કર્યો હતો તો અન્ય બે થી ત્રણ તસ્કરો સ્થળ પરથી ફરાર થવામાં સફળ થયા હોવાનું જાણવા મળી રહ્યું છે.

હારુન પટેલ : ભરૂચ
મો. : 99252 22744


Share

Related posts

જંબુસર તાલુકા કલિયારી લેઉઆ પાટીદાર સમાજના પ્રમુખની નિમણૂક કરવામાં આવી.

ProudOfGujarat

ઝઘડીયા : બાવાગોર દરગાહનો ચસ્માનો મેળો કોરોના મહામારીને લઇને બંધ રહેશે.

ProudOfGujarat

પરીક્ષાના આગલા દિવસે બપોરે અને સાંજે તેમ જ રાત્રિએ ભરૂચના વાલીઓ શું કરશે અને શું નહીં કરે તેની વિગતો જાણો… આવું કરવું જોઈએ કે ન કરવું જોઈએ?

ProudOfGujarat

Leave a Comment

error: Content is protected !!