Proud of Gujarat
FeaturedGujaratINDIA

ભરૂચ : તવરા ગામના મંદિરોમાં સ્થપાયેલા જવારાનું નર્મદાના નીરમાં વિસર્જન કરાયું.

Share

ભરૂચ તાલુકાના જુના તવરા ગામના તમામ મંદિરોમાં સ્થપાયેલા જવાનોને પાંચ દેવી મંદિર લાવ્યા બાદ આહીર સમાજ દ્વારા જવારાની ભવ્ય વિસર્જન યાત્રા યોજવામાં આવી હતી અને ત્યારબાદ જવારાઓનું વિસર્જન પવિત્ર નર્મદા નદીમાં કરવામાં આવ્યું હતું. ખૂબ જ ભક્તિ ભાવ સાથે નવરાત્રીના નવ દિવસની આરાધના બાદ આહિર સમાજ દ્વારા પાંચ દેવી મંદિરેથી જવારાની વિસર્જન યાત્રા યોજાઇ હતી. ભરૂચ તાલુકાના જુના તવરા ગામે પાંચ દેવી મંદિરે આહીર સમાજ દ્વારા નવરાત્રીના નવ દિવસ માતાજીના જવારાનું પૂજન કર્યા બાદ દશેરાના દિવસે નર્મદા નદીમાં વિસર્જન કરવામાં આવ્યું હતું.

આહિર સમાજ દ્વારા નવરાત્રીના નવ દિવસ માતાજીની આરાધના કરવામાં આવે છે. આરાધ્ય કુળદેવી માતાજીના જવારા આસો નવરાત્રીના પ્રથમ નોરતે વિધિપૂર્વક સ્થાપન કરવામાં આવે છે જેનું નવ દિવસ સુધી દરરોજ સવાર સાંજ પૂજન અર્ચન તથા આરતી કર્યા બાદ રાત્રે માતાજીના પત આંગણમા ગરબાનું આયોજન કરવામાં આવતું હોય છે. દશેરાના દિવસે માતાજીના જવારા ધામધૂમથી ઢોલ નગારાના તાલે નર્મદા નદીમાં જવારાનું વિસર્જન કરવામાં આવે છે. આ જે યાત્રામાં આખું ગામ જોડાતું હોય છે ગામના તમામ મંદિરોના જવારાઓને પાંચ દેવી મંદિરે લાવ્યા બાદ નર્મદા નદીમાં જવારાનું વિસર્જન કરવામાં આવતું હોય છે. આ ઉત્સવ આહીર સમાજ દ્વારા પેઢીઓથી ઉજવાય છે. પેઢીઓથી ઉજવાતા આ ઉત્સવમાં જિલ્લાભરમાંથી માઈ ભક્તો મોટી સંખ્યામાં જોડાયા હતા અને જુના તવરા ગામના લોકોએ માતાજીના દર્શન કરી ધન્યતા અનુભવી હતી.

Advertisement

Share

Related posts

ભરૂચનાં ઝનોર ગામ ખાતે મચ્છી તળાવનો ઠરાવ કેન્સલ કરતા મહિલા સરપંચ પર જીવલેણ હુમલો, કલેકટરને પાઠવ્યું આવેદનપત્ર

ProudOfGujarat

ભરૂચ : આજે છડીનોમ હોવાથી કોરોના મહામારીને કારણે તેની ઉજવણી કરવામાં આવી ન હતી.

ProudOfGujarat

પાવાગઢમાં વાહનોનીઆજ મધ્યરાત્રિથી ‘નો એન્ટ્રી’ : ભક્તો માટે દોડશે 24 કલાક બસો

ProudOfGujarat

Leave a Comment

error: Content is protected !!